મોદી 5-10 ઉદ્યોગપતિના જ વડાપ્રધાન છે: રાહુલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંચી. જમશેદપુરઃ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી માત્ર 5-10 ઉદ્યોગપતિઓના વડાપ્રધાન છે.મોદી ચાહે છે કે તેઓ આખો દેશ ચલાવે.તેઓ કહે છે કે બધું હું જ કરીશ.
રાહુલે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઇબાસા અને જગન્નાથપુરમાં પાર્ટીની ચૂંટણી સભાઓ સંબોધી હતી.તેમણે જણાવ્યું હતું કે, આ વાત તમને ત્યારે સમજાશે જ્યારે તમારી પાસેથી તમારી જમીન,પાણી, ઘર બધું છીનવી લેવાશે. ત્યારે ખબર પડશે કે તેઓ કોના વડાપ્રધાન છે? કોંગ્રેસે જે સૌથી સારું કામ કર્યું હતું તે હતું જમીન સંપાદન કાયદો. પણ તેઓ ( મોદી ) કહેશે કે તમે ખસો,આ તમારી નહીં કોઇ ઉદ્યોગપતિની જમીન છે.અમે નવો કાયદો લાવ્યા છીએ.વડાપ્રધાન મનરેગા, જમીન સંપાદન બિલ બંધ કરી રહ્યા છીએ.
ઝારખંડને તેની જનતા ચલાવે

રાહુલે કહ્યું હતું કે મોદી ચાહે છે કે તેઓ જનતાની આખી શક્તિ પોતાના હાથમાં લઇ લે,જ્યારે કોંગ્રેસનું માનવું છે કે ઝારખંડને અહીંની જનતા ચલાવે.
જમશેદપુરમાં રાહુલ કાર્યકર્તાઓને મળ્યા
ચાઈબાસા જતા પહેલાં રાહુલ પાર્ટી કાર્યકર્તાઓને મળ્યા હતા.જમશેદપુર વિમાનમથકે તેમણે પાર્ટી કાર્યકર્તાઓની વાત સાંભળી હતી.