તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

27 ચૂંટણી હાર્યા રાહુલ, ગિનિજ બુકમાં સામેલ થાય નામઃ સ્ટુડન્ટે લખ્યો પત્ર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી. રાહુલ ગાંધીની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ નથી લઈ રહી. હવે મધ્ય પ્રદેશના એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ વિશાલ દિવાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સને એપોર્ચ કર્યો છે. વિશાલનું કહેવું છે કે દેશમાં થયેલી ચૂંટણીઓમાં રાહુલ 27 વાર હારી ચૂક્યા છે. જેથી તેમનું નામ ગિનિસ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવે.  
 
જ્યાં રાહુલે પ્રચાર કર્યો ત્યાં કોંગ્રેસ હાર્યું
 
- ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, દીવાનનું માનવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં રાહુલ જ્યાં પણ પ્રચાર કરવા ગયા ત્યાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે.
- દીવાને ગિનિસ બુક એડમિનિસ્ટ્રેશનને પત્ર ઉપરાંત એનરોલમેન્ટ ફી પણ ચૂકવી દીધી છે. બીજી તરફ, ગિનિસ બુકે તેમને કન્ફર્મ કર્યું છે કે તેમનો પત્ર સ્વીકારવામાં આવ્યો છે.
- જોકે, ગિનિસ બુક એડમિનિસ્ટ્રેશને એવું નથી જણાવ્યું કે તેમની એપ્લિકેશન સ્વીકારવામાં આવી છે કે નહીં.
- તેમનું કહેવું છે કે, રાહુલ દેશમાં 27 ચૂંટણી હાર્યા છે. તેના કારણે તેઓ સૌથી વધુ ચૂંટણી હારનારા શખ્સ છે. તેમનું નામ રેકોર્ડ બુકમાં સામેલ થવું જોઈએ.
 
આ 27 રાજ્યોમાં રાહુલના લીડરશિપમાં હાર્યું કોંગ્રેસ
 
2012: યુપી, પંજાબ, ગોવા, ગુજરાત
2013: ત્રિપુરા, નાગાલેન્ડ, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ
2014: લોકસભા ચૂંટણી, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા
2015: દિલ્હી
2016: આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ
2017: યુપી, ઉત્તરાખંડ (મણિપુર, ગોવામાં કોંગ્રસ સૌથી મોટી પાર્ટી બની પરંતુ સરકાર બીજેપીએ બનાવી લીધી)
 
કોંગ્રેસને 5 વર્ષમાં માત્ર 9 વખત મળી સફળતા

2012 : ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મણિપુરમાં જીત્યા
2013 : કર્ણાટક, મિઝોરમ, મેઘાલયમાં જીત્યા
2014 : તમામ ચૂંટણી હાર્યા
2015 : બિહારમાં ગઠબંધન જીત્યું
2016 : પુડ્ડુચેરીમાં જીત્યા
2017 : પંજાબમાં જીત્યા
 
દેશની કુલ વસતીમાં કોંગ્રેસ+ UPAની રાજ્યોમાં ભાગીદારી

1- પંજાબ : 2.29%
2- કર્ણાટક : 5.05% 
3- પુડ્ડુચેરી : 0.10%
4- મેઘાલય : 0.25%
5- મિઝોરમ : 0.09%
6- હિમાચલ પ્રદેશ : 0.57%
7- બિહાર : 8.60 %
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું રાહુલ બનશે કોંગ્રેસ પ્રેસિડન્ટ?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો