તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનની ઝડપ વધે કે ના વધે, ભાડા વૃદ્ધિની ઝડપ વધી છે: રાહુલ ગાંધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બસ્તી: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે બસ્તીમાં રોડ શો વખતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજધાની, દુરોન્તો અને શતાબ્દીમાં એરલાઈન્સની જેમ ટિકિટમાં ભાડાવધારાની સિસ્ટમ લાગુ કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આટલા ભાડામાં તો આમ આદમી ટ્રેનની સફર કરી નહીં શકે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે ‘ટ્રેનની ઝડપ વધે કે ન વધે, મોદીજીએ ભાડામાં વૃદ્ધિની ઝડપ વધારી દીધી છે. મોદીજીનું મોડલ છે: આમ જનતા પાસેથી લૂંટ, ઉદ્યોગપતિ દોસ્તોને છૂટ.’
મોદી સરકારે જે વચનો આપ્યાં તે પૂરાં કર્યા નથી. મોદી સરકાર મૂડીપતિઓની છે, ખેડૂતવિરોધી છે. કોંગ્રેસ જ દેશનો વિકાસ કરી શકે છે. કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોનો હક ઉદ્યોગપતિઓમાં વહેંચે છે. નરેન્દ્ર મોદી માત્ર વાયદાની સરકાર ચલાવે છે. કોંગ્રેસ સરકાર ખેડૂતોની પીડા સમજે છે તેથી ખેડૂતોનું દેવું માફ કરે છે. તેમણે જનતાને પૂછ્યું કે, લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપવાળા કહેતા કે કાળું નાળું વિદેશથી લાવશે અને બધાંનાં ખાતામાં 15-15 લાખ રૂપિયા આવશે. ક્યાં ગયા 15 લાખ રૂપિયા મોંઘવારી ઓછી થઈ કે નહીં યુવાનોને નોકરી મળી રાહુલે કહ્યું કે દાળના ભાવ આસમાને પહોંચ્યા છે અને સરકારના પેટનું પાણી હલતું નથી.
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો