તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPમાં રાહુલે કહ્યું: મોદીજીનો સૂટ ગંદો ન થાય એટલે ખેડૂતો સાથે નથી લેતા સેલ્ફી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઝમગઢ: રાહુલ ગાંધીએ રવિવારે પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. અહીં રેલીમાં રાહુલ ગાંધીએ લોકોને પુછ્યું હતું કે, શું તમે કદી નરેન્દ્ર મોદીની કોઈ ખેડૂત સાથે તસવીર જોઈ છે? નહીં મળી શકે, કારણકે તેમના કપડાં ગંદા થઈ જશે. તેમનો 15 લાખનો સૂટ ગંદો ન થઈ જાય તે માટે તેઓ ખેડૂતોની વચ્ચે નથી જતા. તેથી તેઓ વિદેશોમાં જ ફરે છે. અમેરિકા જાય છે અને ઓબામાને મળે છે.
હાથી ખઈ ગયો પૈસા, પાંચ વર્ષથી ફસાઈ છે સાઈકલ

રેલીમાં રાહુલ ગાંધીએ સપા અને બસપા ઉપર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, હાથી બધા પૈસા ખઈ ગયો, પછી તમે હાથીને મારીને ભગાડી દીધો. પછી તમે સાઈકલ લઈ આવ્યા. તે પણ પાંચ વર્ષથી ફસાયેલી છે. હલતી નથી. તેનું ટાયર પંકચર થઈ ગયું છે અને તે તેમને રેશન કાર્ડ પણ નથી અપાવી શકતી.
પાર્ટીનો એજન્ડા જણાવશે રાહુલ

- કોંગ્રેસની કિસાન યાત્રાનો રવિવારે છઠ્ઠો દિવસ હોય છે. આ દરમિયાન તેમની રેલી આઝમગઢ સિવાય મઉ અને ગાઝીપુરમાં પણ છે.
- કોંગ્રેસના વાઈસ પ્રેસિડન્ટ રાહુલ કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે જઈને પાર્ટીના એજન્ડા વિશે પણ ચર્ચા કરશે.
- નોંધનીય છે કે રાહુલ ગાંધીની કિસાન યાત્રા દેવરિયાના રુદ્રપુરથી શરૂ થઈ હતી જે દિલ્હી સુધી જશે.
કિસાન યાત્રાનો આજનો કાર્યક્રમ

- આઝમગઢમાં રેલીને સંબોધ્યા પછી રાહુલ ગાંધીની કિસાન યાત્રા મઉના બનિયારમાં પહોંચશે.
- ત્યારપછી 2.15 વાગે મઉના બડા ગામમાં રાહુલ ગાંધીએ લંચ કર્યું.
- 3 વાગે ફૈજી ગેટ પર રાહુલ ગાંધીની મીટિંગ
- કાર્યકર્તાઓને મળીને રાહુલ ગાંધી ગાજીપુર માટે નીકળશે.
- 5.30 વાગે રાહુલ ગાંધી મતેહૂમાં મીટિંગ કરશે.
- 5.45 વાગે ગાઝીપુરના બરહઈમાં આમ્બેડર પ્રતિમાનું લોકાર્પણ કરશે.
- ત્યારપછી 6 વાગે ગાઝીપુરના મર્ધસરમાં રાહુલ ગાંધીની ખાટ સભા થશે.
ખાટસભા બાદ ચાલી હતી ખાટલાની લૂંટ

- દેવરિયાના રુદ્રપુરમાં રાહુલ ગાંધીના સંબોધન બાદ સ્થાનિક લોકોએ ખાટલા માટે લૂંટ ચલાવી હતી.
- કેટલાક લોકોએ વધેલા નાસ્તા માટે પડાપડી કરી હતી તો કેટલાક લોકો ખાટલાની લૂંટ ચલાવી રહ્યા હતા.
- બેસવાના ટેબલો માટે લોકો પડાપડી કરી હતી.
- કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકોની અરસપરસની ઝપાઝપીમાં કેટલાક ખાટલા તૂટી પણ ગયા.
- ટીમ પ્રશાંત કિશોર અને તેમના કાર્યકરો પણ લાચાર દેખાયા. કાર્યકરોએ લોકોને સમજાવવાની કોશિશ કરી કે આ ખાટલા બીજી સભામાં પણ લઈ જવાના છે. જવાબમાં ખેડૂતોએ કહ્યું કે અમે કોંગ્રેસને મત આપીએ છીએ એટલે ખાટલા ઘરે લઈ જઇએ છીએ.
- નોંધનીય છે કે, ખાટ સભા માટે દિલ્હીથી 1500 જેટલા ખાટલા અને 500 જેટલા ટેબલ મંગાવ્યા હતા.
આગળની સ્લાઈડમાં જુઓ રેલીની અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો