ક્યાં ગયા વનબંધુ યોજનાના 55 હજાર કરોડ?- રાહુલનો મોદીને 10મો સવાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી રોજ વડાપ્રધાનને એક સવાલ કરી રહ્યા છે. શુક્રવારે તેમણે 10મો સવાલ કર્યો છે. આ સવાલમાં તેમણે આદિવાસી સાથે જોડાયેલી સ્કીમ વિશે મુદ્દો ઉઠાવ્યો છે અને મોદીને કહ્યું છે કે, ગુજરાત માંગે જવાબ. રાહુલે ટ્વિટ કરીને કહ્યું છે કે, વનબંધુ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તે ક્યાં ખર્ચ કરવામાં આવ્યા છે? તેમણે ટ્વિટમાં લખ્યું છે, ગુજરાતમાં ન સ્કૂલો ચાલી રહી છે, ન હોસ્પિટલ. અરે અહીં તો આદિવાસીઓની જમીન પણ છીનવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી મોદી અને ગુજરાત સરકારને નિશાન બનાવીને ઘણાં સવાલો પૂછી ચૂક્યા છે.

 

10માં સવાલમાં શું લખ્યું રાહુલ ગાંધીએ?


- આદિવાસી પાસેથી છીનવી જમીન
ન આપ્યો જંગલ પર અધિકાર
અટકેલા છે જે લાખો જમીનના પટ્ટા
ન સ્કૂલો ચાલે, ન હોસ્પિટલ
ન બેઘર ને ઘર, ન યુવાને રોજગાર

ભાગેડુઓએ તોડી નાખ્યો આદિવાસી સમાજ
મોદીજી, ક્યાં ગયા વનબંધુ યોજનાના 55 હજાર કરોડ.

 

ટ્વિટર પર સીરીઝ ચલાવીને રાહુલ પૂછે છે સવાલ


- રાહુલ ટ્વિટર પર ’22 સાલોંકા હિસાબ, ગુજરાત માંગે જવાબ’ નામની એક સીરીઝ ચલાવીને દરરોજ મોદીને સવાલો પૂછી રહ્યા છે. પોતાના ટ્વિટમાં ગુજરાતની પરિસ્થિતિ પર ‘પ્રધાનમંત્રીજી સે સવાલ’ લખીને ટ્વિટ કરી રહ્યા છે.

 

9મા સવાલમાં શું લખ્યું રાહુલે?


ન કર્યું દેવું માફ
ન આપ્યા પાકના યોગ્ય ભાવ
ન મળી પાકવીમાની રકમ
ન થઇ ટ્યૂબવેલની વ્યવસ્થા
ખેતી પર ગબ્બર સિંહની માર
છીનવી જમીન, અન્નદાતાને કર્યાં બેકાર
PM સાહેબ જણાવે, ખેડૂતો સાથે કેમ થાય છે આવો પારકો વ્યવહાર?

 

પહેલા મહિલા સુરક્ષા, શિક્ષણ અને બેરોજગારી પર પૂછ્યા હતા સવાલ


આઠમો સવાલ: 39% બાળકો કુપોષણની બેહાલ, દર 1000માં 33 નવજાત મોતનો શિકાર, ચિકિત્સાના વધતા ભાવ, ડોક્ટરોનો ભયંકર અભાવ, ભુજમાં ‘મિત્ર’ને 99 વર્ષ માટે આપી સરકારી હોસ્પિટલ, શું આ જ છે તમારી સ્વાસ્થ્ય વ્યવસ્થાનો કમાલ?
સાતમો સવાલ: વધતા ભાવોથી જીવન દુષ્વાર, શું બસ અમીરોની જ છે ભાજપ સરકાર?
છઠ્ઠો સવાલ: 7મા પગારપંચમાં રૂ.18,000 માસિક પગાર થયા બાદ પણ ફિક્સ અને કોન્ટ્રાક્ટ પગાર રૂ.5500 અને રૂ.10,000 કેમ?
પાંચમો સવાલ: ન સુરક્ષા, ન શિક્ષા, ન પોષણ, મહિલાઓને મળ્યું તો ફક્ત શોષણ. આંગણવાડી વર્કર અને આશા, બધાને આપી ફક્ત નિરાશા. ગુજરાતની બહેનોને આપ્યો ફક્ત વાયદો, પૂરો કરવાનો ક્યારેય હતો નહીં ઇરાદો.
ચોથો સવાલ: સરકારી શિક્ષણ પર ખર્ચમાં ગુજરાત દેશમાં 26મા સ્થાન પર કેમ? યુવાનોએ શું ભૂલ કરી છે?
ત્રીજો સવાલ: 2002-16ની વચ્ચે 62,549 કરોડની વીજળી ખરીદીને 4 ખાનગી કંપનીઓના ખિસ્સાં કેમ ભર્યાં? જનતાની કમાણી કેમ લૂંટાવી?
બીજો સવાલ: 1995માં ગુજરાત પર દેવું- 9183 કરોડ. 2017માં ગુજરાત પર દેવું- 2,41,000 કરોડ. તમારા નાણાકીય ગેરવહીવટ અને પબ્લિસિટીની સજા ગુજરાતની જનતા શા માટે ચૂકવે?
પહેલો સવાલ: 2012માં વચન આપ્યું કે 50 લાખ નવા ઘરો આપશે. 5 વર્ષોમાં બનાવ્યા 4.72 લાખ ઘરો. પ્રધાનમંત્રીજી એ જણાવો કે આ વચન પૂરું કરવામાં હજુ બીજાં 45 વર્ષ લાગશે?


સાતમા સવાલમાં કરી દીધી હતી ગણતરીમાં ભૂલ


- રાહુલે મંગળવારે મોદીને સાતમો સવાલ કર્યો હતો. તેમાં તેમણે ગુજરાતમાં ત્રણ વર્ષમાં વધેલા જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર જવાબ માંગ્યો હતો. તેમણે તેની સાથે એક ચાર્ટ પોસ્ટ કર્યો હતો. તેમાં કિંમતોનો વધારો પર્સન્ટેજમાં જણાવવામં આવ્યો હતો. પરંતુ ચાર્ટમાં આ પર્સન્ટ 100% વધારે લખવામાં આવ્યા હતા.
- મીડિયામાં આ સમાચાર આવ્યા પછી રાહુલે ચાર્ટ ડિલિવર કરી દીધો અને એક નવો ચાર્ટ પોસ્ટ કર્યો હતો. જેમાં કિંમતોમાં વધારો ટકાવારીના બદલે રૂપિયામાં જણાવવામાં આવ્યો હતો.


સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...