તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16th લોકસભાઃ રાહુલે ન પૂછ્યો એકપણ પ્રશ્ન, સ્મૃતિ પાસે મંગાયા સૌથી વધુ જવાબ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ 16th લોકસભામાં અત્યારસુધી સૌથી વધુ સવાલો પૂછનારા ટોપ -10 સાંસદોમાં 9 મહારાષ્ટ્રનાં છે. જ્યારે સોનિયા અને રાહુલ ગાંધીએ એકપણ પ્રશ્ન નથી પૂછ્યો. IndiaSpend નામની વેબસાઈટે પોતાની રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ પ્રશ્નો પૂર્વ એચઆરડી મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીને પૂછવામાં આવ્યા હતા.
સુપ્રિયા સુલેએ કર્યા સૌથી વધુ સવાલો.....

- બારામતીથી એનસીપીની સાંસદ સુપ્રિયા સુલેએ સૌથી વધુ 568 પ્રશ્નો પૂછ્યા છે.
- મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભાજપના સાથી પક્ષ શિવસેનાના સાંસદોએ સૌથી વધુ પ્રશ્નો કર્યા છે.
- વેબસાઈટે 15 જુલાઈ 2016 સુધીના લોકસભા ડેટાને પોતાની રિપોર્ટમાં સામેલ કર્યો છે.
- લોકસભામાં કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગેએ 128 સવાલ પૂછ્યા હતા.
- ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી પણ એકપણ પ્રશ્ન ન કરનારા સાંસદોમાં સ્થાન ધરાવે છે.
- એએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ 448 પ્રશ્નો પૂછ્યા છે. ઉલ્લેખનીય છે કે, 16મી લોકસભાનો કાર્યકાળ 8 મે 2014થી શરુ થયો હતો અને છેલ્લા 2 વર્ષમાં 8 સેશન થયા છે.
સૌથી વધુ પ્રશ્નો એચઆરડી મિનિસ્ટ્રીને...

- રિપોર્ટ પ્રમાણે, સૌથી વધુ 2271 સવાલ સ્મૃતિ ઈરાનીને કરવામાં આવ્યા હતા. તેઓ અગાઉ એચઆરડી મિનિસ્ટર હતા.
- તે પછી રેલવે મિનિસ્ટ્રીને (2249 પ્રશ્નો), ફાયનાન્સ મિનિસ્ટ્રીને (1843), હોમ મિનિસ્ટ્રીને (1784), એન્વાયરન્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાયમેટ ચેન્જને (1442) પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
- સ્મૃતિ ઈરાની પાસે હવે ટેક્સટાઈલ મિનિસ્ટ્રી છે.
- રિપોર્ટ પ્રમાણે, 541 સાંસદોમાંથી 460એ ઓન ધ રેકોર્ડ પ્રશ્નો પૂછ્યા હતા. અત્યારસુધી 8 સત્રોમાં 34497 પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે.
કોંગ્રેસે કર્યો રાહુલનો બચાવ

- કોંગ્રેસે રાહુલ ગાંધીના સવાલ ન પૂછવા પર સ્પષ્ટતા આપી કે, કોંગ્રેસના નેતાઓએ પૂછેલા પ્રશ્નો પક્ષ તરફથી જ હતા અને તે જ પ્રશ્નો રાહુલના પણ હતા.
- પક્ષના નેતા અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું કે - રાહુલ ગાંધીએ ઘણી ચર્ચામાં ભાગ લીધો હતો. તેઓ સંસદમાં પ્રશ્નો કરવાની નિયમાવલી છે તે પ્રમાણે જ રાહુલ પ્રશ્ન કરે છે.
સૌથી વધુ પ્રશ્નો પૂછનારા 10 સાંસદો

- સુપ્રિયા સુલે (568), એનસીપી (બારામતી - મહારાષ્ટ્ર)
- ધનંજય ભીમરાવ મહાદિક (557), એનસીપી (કોલ્હાપુર - મહારાષ્ટ્ર)
- શિવાજી અદહલરાવ પાટિલ (554), શિવસેના (શિરુર - મહારાષ્ટ્ર)
- વિજયસિંહ મોહિતે પાટિલ (531), એનસીપી (માધા - મહારાષ્ટ્ર)
- રાજીવ શંકરરાવ સાતવ (519), કોંગ્રેસ (હિંગોલી - મહારાષ્ટ્ર)
- ધર્મેન્દ્ર યાદવ (512), સમાજવાદી પાર્ટી (બદાયૂં - ઉત્તર પ્રદેશ)
- અનંદરાવ અદસુલ (497), શિવસેના (અમરાવતી - મહારાષ્ટ્ર)
- ડૉ. હીના વિજયકુમાર ગાવિત (480), ભાજપ (નંદુરબાર - મહારાષ્ટ્ર)
- રાહુલ રમેશ શેવાલે (474), શિવસેના (મુંબઈ સાઉથ સેન્ટ્રલ - મહારાષ્ટ્ર)
- વિનાયક બાહુરાવ રાઉત (470), શિવસેના (રત્નાગિરી-સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર)
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો