કોંગ્રેસે દેખાઈ હાર, નેતાઓની ભાષામાં છલકાવા લાગી નિરાશા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીઓમાં હવે ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. આમ છતાં, અત્યારથી જ હારજીતનું આકલન શરૂ થઈ ગયું છે.હાલમાં સત્તાધારી દળ કોંગ્રેસનું મનોબળ નબળું પડતું જણાય છે. કોંગ્રેસ સ્વીકાર કરે છે કે, પ્રવર્તમાન મુદ્દાઓને અંકે કરવામાં તે નિષ્ફળ રહી હતી. પાર્ટીના અન્ય નેતાઓ પણ અણસાર આપી રહ્યાં છે.
'કોંગ્રેસથી ખામીઓ રહી ગઈ છે'

વર્તમાન સરકારના નાણાપ્રધાન પી.ચિદમ્બરમે સાવચેતીપૂર્વક પાર્ટીની નબળાઈનો સ્વીકાર કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, કેટલાક મુદ્દે કોંગ્રેસની ખામી રહી ગઈ છે. તા. 16મી મેના પરિણામો આવશે ત્યારે વર્ષ 2010-2011ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની અસર સ્પષ્ટ દેખાશે. આ ગાળા દરમિયાન જે પાર્ટીએ જનતા સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો હશે તેને લાભ થશે.

અહેમદ પટેલે આપેલા અણાસર અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.