તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી મૂછના વાળ અને રાહુલ પૂંછના વાળ: શિવરાત્રી પહેલા બોલ્યા શિવરાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારથી ચમકી રહી છે જયારે દેશ અંધારાનો સામનો કરી રહ્યો છે. બુધવારે નીમચના ડીકેનમાં ૧૧૦૦ કરોડના સોલર એનર્જી પ્લાન્ટનો શુભારંભ કરતાં તેમણે કહ્યું હતું કે, દેશમાં વીસ હજાર મેગાવોટ વીજ ઉત્પાદન એકમો કોલસાના અભાવે બંધ પડ્યા છે. જેના કારણે ઉદ્યોગોને વીજળી મળતી નથી અને યુવાનો બેરોજગાર રહી જાય છે.

મૂછના વાળ અને પૂંછના વાળની તુલના નહીં: શિવરાજ

મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસના ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી ઉપર વ્યંગ કર્યો હતો. તેમણે કહ્યું કે, જે કેન્દ્રીય મંત્રી બનવાથી દૂર ભાગે છે, તે વડાપ્રધાન શું બનશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે. હવે તેમને કોઇ રોકી શકશે નહીં. મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો છે, હવે દેશનો વિકાસ કરશે. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, મૂછના વાળ અને પૂંછના વાળની તુલના થઈ શકે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો