જયપુરમાં દેશનું સૌથી ઊંચું રાધા-કૃષ્ણ મંદિર બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જયપુરમાં દેશનું સૌથી ઊંચું રાધા-કૃષ્ણ મંદિર બનશે
- હાલ દેશમાં સૌથી ઊંચું મંદિર ૧૬૮ ફૂટનું ત્રિચુરાપલ્લીમાં આવેલું છે. જ્યારે બીજા ક્રમે ઉદયપુરનું જગદીશ મંદિર ૪૦ ફૂટ ઊંચું છે

જયપુર ખાતે ઝડપથી દેશનું સૌથી ઊંચું શિખર ધરાવતું રાધા-કૃષ્ણ-બલરામ મંદિર જગતપુરા વિસ્તારના અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં બનશે. તેની ઊંચાઈ ૨૦૦ ફૂટની રહેશે. તેમાં રાજસ્થાની અને આધુનિક શિલ્પકળાનું અનોખું મિશ્રણ જોવા મળશે. મંદિરમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જ્ઞાનનું કેન્દ્ર પણ રહેશે.

ગરુણ સ્તંભ અને કમાન છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે
૨૦૦ ફૂટ ઊંચું રહેશે - રાધા-કૃષ્ણ-બલરામ અને સીતારામ મંદિર
પાંચ લાખ ચો. ફૂ. - જગ્યામાં આ મંદિર બનાવવામાં આવશે. આગામી વર્ષે કામ પૂરું થશે.

અક્ષયપાત્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ આર. ગોવિંદ દાસનું કહેવું છે કે હરિકૃષ્ણ મૂવમેન્ટના સહયોગથી બની રહેલા આ મંદિરના પ્રવેશ દ્વાર સામે ગરુણ સ્તંભ હશે.

૧૦૦ ફૂટ કરતાં વધુ પહોળાઈ ધરાવતી મોટી કમાન છત્રીઓ પણ વિશેષ રહેશે. આટલું જ નહીં મંદિરમાં સાત હજાર ચો. ફૂ.માં ફેલાયેલું ગોવિંદ કુંડ નામનું સરોવર પણ હશે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો..