ઓસ્ટ્રેલિયામાં ભારતીય પર હુમલો, રેસ્ટોરાંમાં યંગસ્ટર્સે કરી રેસિસ્ટ ટિપ્પણીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેલબોર્ન/કોટ્ટયમ: ઓસ્ટ્રેલિયામાં ભારતીય પર હુમલો કરીને તેની ઉપર વંશીય ટિપ્પણી કરવામાં આવી હતી. તસ્માનિયા સ્ટેટ સ્થિત મેકડોનાલ્ડ્સમાં લિ મેક્સ જૉય નામના શખ્સ પર એક યુવતી સહિત કેટલાક યુવકોના ગ્રૂપે હુમલો કર્યો હતો. આ હુમલા અંગે ઓસ્ટ્રેલિયન હાઈકમિશને ખેદ વ્યક્ત કર્યો છે. 
રેસ્ટોરાંમાં કોફી પીવા ગયા હતો ભારતીય 

- જૉયના કહેવા પ્રમાણે, એક ટ્રીપ પતાવીને તેઓ નોર્થ હોબાર્ટ ડિસ્ટ્રિક્ટના મેકડોનાલ્ડ્સમાં કોફી પી રહ્યા હતા. 
- "ચાર યુવાનો તથા એક યુવતીના ગ્રૂપે વંશીય ટિપ્પણી કરી. તેમણે 'યુ બ્લડી બ્લેક ઈન્ડિયન્સ' કહીને મારી ઉપર હુમલો કર્યો."

વર્કર્સ સાથે પણ ગ્રૂપે કરી હતી દલીલો 
 
- જૉયના કહેવા પ્રમાણે, "એ ગ્રૂપ મેકડોનાલ્ડ્સના વર્કર્સ સાથે દલીલો કરી રહ્યા હતા. પરંતુ, મારા પર ધ્યાન પડતાં તેમણે મારી સાથે ઝગડો ચાલુ કરી દીધો હતો."
- "રેસ્ટોરાંમાં બેઠેલા લોકોએ જ્યારે પોલીસને જાણ કરી તો હિંસક ગ્રૂપ ત્યાંથી નાસી છૂટ્યું. પરંતુ થોડીવાર પછી પાછાં આવ્યાં અને કાર પાર્કિંગ તથા રેસ્ટોરાંમાં મારી ઉપર હુમલો કર્યો."
 
ઘાયલ જૉય હોસ્પિટલમાં દાખલ 
- જૉયના કહેવા પ્રમાણે, "ઈજાના કારણે ઘાવમાંથી લોહી વહી રહ્યું હતું. બાદમાં મને રૉયલ હોબાર્ટ સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં સારવાર બાદ મને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો."
- "ત્યારબાદ મેં પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. "

ભારતનું વિદેશ મંત્રાલય કોઈ કાર્યવાહી કરે: જૉય

- જૉયનું વતન કેરળના કોટ્ટાયમ જિલલાનું પુથ્થુપલ્લી છે. તે ઓસ્ટ્રેલિયામાં નર્સિંગનો કોર્ષ કરે છે અને પાર્ટ ટાઈમ ડ્રાઈવર પણ છે. 
- જૉય છેલ્લા આઠ વર્ષથી ઓસ્ટ્રેલિયાના કોટ્ટાયમમાં રહે છે. 
- સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં જૉયે કહ્યું, "ઓસ્ટ્રેલિયામાં વંશભેદી વિચારસરણી આકાર લઈ રહી છે. બીજા કેટલાક ડ્રાઈવર્સ સાથે પણ આ પ્રકારની ઘટનાઓ થતી રહે છે. હવે તેનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ કોઈ પોલીસમાં ફરિયાદ નથી નોંધાવતું."
- જૉયે માંગ કરી છે કે, આ અંગે ભારતનું વિદેશ મંત્રાલય કોઈ કાર્યવાહી કરે દોષિતોને સજા અપાવે. કારણ કે, ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ દ્વારા વંશીય હુમલાઓની ઘટનાઓ પર તપાસમાં ઉદાસીનતા સેવવામાં આવે છે. 
 
હુમલા અંગે ખેદ: ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન 
 
ઓસ્ટ્રેલિયન હાઈકમિશનના પ્રવક્તાના કહેવા પ્રમાણે, "ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવર પર હોબાર્ટમાં થયેલા હુમલા અંગે ખેદ છે. તેને મામૂલી ઈજાઓ થઈ હતી અને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ભારતીય સમુદાય સહિત ઓસ્ટ્રેલિયામાં રહેતા દરેકની સુરક્ષા અમારે માટે અત્યંત મહત્વપૂર્ણ છે. " પ્રવક્તાએ ઉમેર્યું હતું, "તસ્માનિયા પોલીસ દરેક ઘટનાની ગંભીરતાથી તપાસ કરે છે. આ હુમલાની તપાસ પણ તસ્માનિયા પોલીસ કરી રહી છે. આ હુમલો વંશીય હતો કે નહીં તે તો તપાસ બાદ જ બહાર આવશે." 
ગત સોમવારે એક પાદરી પર થયો હતો ચાકૂથી હુમલો. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...