તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંજાબ અને પાકિસ્તાન પણ ધરતીકંપ, જાપાનમાં 5.0ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી ઉઠી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી : પંજાબ, પાકિસ્તાન તેમ જ જાપાનમાં પણ રવિવારે ભૂકંપના હળવા આંચકા અાવ્યા હતા. પંજાબના અમૃતસર અને જાલંધરમાં સાંજે 5.24 કલાકે ધરા ધ્રૂજી હતી. પાકિસ્તાનમાં લાહોર નજીક આવેલા 4.6ની તીવ્રતાના ભૂકંપ બાદ આ આંચકો અનુભવાયો હતો. પાકિસ્તાનમાં લાહોર ઉપરાંત શેખુપુરા સહિત અન્ય કેટલાંક સ્થળોએ પણ આંચકો અનુભવાયો હતો. દરમિયાન, જાપાનના ટોક્યોમાં તેમ જ ઘણા પૂર્વીય ભાગોમાં પણ 5.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જોકે, ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઇ અહેવાલ નથી. સ્થાનિક સમયાનુસાર બપોરે 1.24 કલાકે આંચકો આવ્યો હતો. ભૂકંપના પગલે શિન્કાન્સેન બુલેટ ટ્રેન સર્વિસ થોડો સમય અટકાવી દેવાઇ હતી જ્યારે ઇબારાકીના ટોકાઇ ખાતે આવેલા ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ્સને કોઇ નુકસાનના અહેવાલ નથી. નોંધનીય છે કે જાપાનમાં માર્ચ 2011માં ત્રાટકેલી વિનાશક સુનામી હોનારતમાં 15 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો