તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ રાજાની હતી 365 રાણી, ફાનસથી નક્કી કરતા કોની જોડે પસાર કરશે રાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢ: કેપ્ટન અમરિંદરસિંઘ હવે પંજાબના નવા સીએમ બની ગયા છે. તેમના દાદા-પરદાદાઓનું દાયકાઓ સુધી પટિયાલા પર રાજ હતું. આજે હિન્દુ કાયદા પ્રમાણે એક લગ્ન પછી બીજા લગ્ન કરવા મુશ્કેલ છે તેમ આઝાદી પહેલાં રાજા-મહારાજાઓ પાંચ-દસ લગ્ન તો એમ જ કરી લેતા હતા. આજે અમે અહીં તમને 5-10 લગ્નવાળાં જ નહીં પરંતુ 365 લગ્નનો રેકોર્ડ બનાવેલા મહારાજા વિશે વાત કરવાના છીએ. આ રેકોર્ડ કેપ્ટન અમરિંદરના દાદા મહારાજા ભૂપિંદર સિંઘના નામે છે.
 
1890થી 1938 સુધી રાજ કર્યું
 
 
- પટિયાલામાં જૂનો વારસાગત મહેલ આજે પણ મહારાજા ભુપિંદર સિંહની 365 રાણીઓની વાત જણાવે છે.
- મહારાજા ભૂપિંદર સિંઘે અહીં વર્ષ 1890થી 1938 સુધી રાજ કર્યું હતું.
- ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે મહારાજા ભૂપિંદર સિંહની 10 અધિકૃત રાણી હતી.
- મહારાજાની રાણીઓના કિસ્સા તો હવે ઈતિહાસમાં દબાઈ ગયા છે, જ્યારે તેમના માટે બનાવવામાં આવેલા મહેલ હવે ઐતિહાસીક બની ગયા છે.
- 365 રાણીઓ માટે પટિયાલામાં ભવ્ય મહેલ બનાવવામાં આવે છે.
- રાણીઓના સ્વાસ્થયની તપાસ માટે એક ચિકિત્સકની ટીમ પણ મહેલમાં રાખવામાં આવી હતી.
- તેમની ઈચ્છા પ્રમાણેની દરેક ચીજ વસ્તુઓ તેમને પુરી પાડવામાં આવતી હતી.
 
આ રીતે 365 રાણી સાથે રાત પસાર કરતા હતા ભૂપિંદર સિંહ
 
- દિવાન જરમીન દાસ પ્રમાણે મહારાજા ભૂપિંદર સિંહને 10 પત્નીઓથી 83 બાળકો હતા અને તેમાંથી 53 બાળકો જીવી શક્યા હતા. 
- મહારાજા કેવી રીતે તેમની 365 મહારાણીઓને સંતૂષ્ટ કરતા હતા તે વિશે ઈતિહાસમાં એક કિસ્સો ખૂબ પ્રખ્યાત છે. 
- કહેવાય છે કે, મહારાજા પટિયાલાના મહેલમાં રોજ 365 ફાનસ સળગાવવામાં આવતા હતા. દરેક લાલટેન પર તેમની 365 રાણીના નામ લખવામાં આવતા હતા.
- જે ફાનસ સવારે વહેલાં ઓલવાઈ જતી હતી તે ફાનસ પર લખેલા રાણીના નામને રાજા વાંચતા હતા અને તેની સાથે રાત પસાર કરતા હતા. 
 
આગળની સ્લાઈડમાં જુઓ મહારાજાના મહેલની વધુ તસવીરો....