તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીઃ પંજાબના CM અમરિન્દર આજે મોદી, પ્રણવ સાથે કરશે મુલાકાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન સાથે મુલાકાત બાદ તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, જો સિદ્ધુને ટીવી શોમાં કામ કરવાની મંજૂરી હશે તો અમને તેની સામે કોઈ વાંધો નથી. તેની પાસે સાંસ્કૃતિક મંત્રાલય છે નહીંતર તેનો પોર્ટફોલિયો બદલવામાં આવશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ આજે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.
 
શું કહ્યું કેપ્ટને
 
-પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે કહ્યું કે, જો કાયદા મુજબ સિદ્ધુને ટીવી શોમાં કામ કરવાની મંજૂરી હોય તો અમને કોઈ વાંધો નથી.
- હાલમાં તેની પાસે સાંસ્કૃતિક મંત્રાલય છે, જે પોર્ટફોલિયો બદલવામાં આવશે.
- પંજાબમાં પ્રશાંત કિશોર અને તેની ટીમના કામથી સંતુષ્ટ છું. તેમણે 1500થી વધારે ગામડામાં જઈને કામ કર્યું છે.
 
કેપ્ટને મોદી સમક્ષ ઉઠાવ્યા આ  મુદ્દા
 
-જો તમારે કાર ખરીદવી હોય તો 8 ટકા પર લોન મળે છે, જ્યારે દેશમાં અનાજ ખરીદવાની વાત હોય ત્યારે રાજ્યએ 11.01 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. આ ક્યાંનો તર્ક છે. આ સવાલ તેમણે પીએમ સમક્ષ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત એસવાઈએલ તથા ઋણનો મામલો પણ ઉઠાવ્યો હતો.
 
સિદ્ધુએ શું કહ્યું
 
સીએમ દ્વારા કાનૂની સલાહ લેવા અંગે સિદ્ધુને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, બોસ હંમેશા સાચો હોય છે. સિદ્ધુએ બુધવારે કહ્યું, ‘શું મારે પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલની જેમ બસ ચલાવવી જોઈએ કે પછી મારે કરપ્શન કરવું જોઈએ? જો હું મહિનામાં ચાર દિવસ સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરું તો લોકોના પેટમાં કેમ દુઃખે છે ? ’
 
વિવાદનું કારણ છે આ
 
સિદ્ધુ અનેક વર્ષોથી કોમેડિયન કપિલ શર્માના શો સાથે સંકળાયેલા છે અને ટીવી પર પણ સક્રિય છે. આ બાજુ પંજાબ સરકારમાં મંત્રી બન્યા બાદ સિદ્ધુ પર શો છોડવા દબાણ વધી રહ્યું છે. સિદ્ધુ પહેલા પણ કહી ચૂક્યો છે કે હું થોડા કલાકો માટે સાંજથી સવાર સુધી કામ કરું તો તેમાં કોઈને દખલ દેવાનો હક નથી. સિદ્ધુ અગાઉ પણ સ્પષ્ટતા કરી ચૂક્યો છે કોમેડી શોમાં કામ કરવાના કારણે જનતાની સેવા પર કોઈ અસર નહીં પડે, કારણકે સાંજે ફ્લાઈટથી શોના શુટિંગ માટે મુંબઈ જશે અને સવારે પરત ફરશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ઉત્તરાખંડના સીએમે શું કહ્યું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો