તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતે લોન્ચ કર્યો પ્રથમ નેવિગેશન સેટેલાઈટ, રાતના સમયનું પ્રથમ લોન્ચિંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈસરોએ સોમવારે રાત્રે 11.41 કલાકે સેટેલાઈટ લોન્ચ કર્યું હતું. સાત ઉપગ્રહોની શ્રૃંખલામાં આ પ્રથમ ઉપગ્રહ હતો. જે સફળતા પૂર્વક તેની કક્ષામાં પ્રસ્થાપિત થઈ ગયો છે. આઈઆરએનએસએસ-1એ ઉપગ્રહને પીએસએલવી-સી-22 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું આયુષ્ય દસ વર્ષનું અંદાજવામાં આવ્યું છે. ઈસરોએ પ્રથમ વખત રાતના સમયે લોન્ચિંગ કર્યું હતું.

આ ઉપગ્રહને અમેરિકાના જીપીએસના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આ ઉપગ્રહનું વજન 1425 કિલોગ્રામ છે. તેનું પુરુ નામ ઈન્ડિયન રિજિયનલ નેવિગેશન સેટેલાઈટ છે. 2015 સુધીમાં ભારત તમામ સાત ઉપગ્રહો લોન્ચ કરી દેશે. પછી જ ઔપચારિક રીતે આ સેવાને શરૂ કરી શકાશે.

આ સફળતા માટે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. ભારતની આજુબાજુના પંદરસો કિલોમીટર સુધીના વિસ્તાર અંગે ચોક્કસ માહિતી આપી શકશે. ઈસરોએ વધુ કેટલીક ખાનગી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરીને ઉપગ્રહો મોકલવાની તૈયારી દાખવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈસરોને આ સફળ લોન્ચિંગ માટે અભિનંદન પાઠવ્યા છે.