• Gujarati News
  • Prohibition Against Ramdevs Programs In Lucknow Congress Demands Arrest

રામદેવના કાર્યક્રમો સામે લખનઉમાં પ્રતિબંધ, કોંગ્રેસની ધરપકડની માંગણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિવાદાસ્પદ 'હનીમૂન’ની ટિપ્પણીઓ કરીને યોગગુરુ બાબા રામદેવ ફસાઇ ગયા છે. સત્તાવાળાઓએ ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી (૧૬મી મે સુધી) લખનઉમાં બાબા રામદેવના કાર્યક્રમો સામે પ્રતિબંધ લાદી દીધો છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસે બાબા રામદેવની ધરપકડ કરવાની માગણી કરી છે. આ પ્રકરણમાં યોગગુરુની ધરપકડ થવાની સંભાવના છે.
વિવાદાસ્પદ ટિપ્પણીઓ બદલ લખનઉ અને સોનભદ્રમાં રામદેવ સામે એફઆઇઆર નોંધવામાં આવ્યાના એક દિવસ પછી લખનઉમાં તેમના કાર્યક્રમો સામે પ્રતિબંધ લદાયો છે. રામદેવની ટિપ્પણીઓ સામે કોંગ્રેસ અને બસપાએ ભારે વિરોધ કર્યો છે. રામદેવે તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ બદલ પછીથી ખેદ વ્યક્ત કર્યો હોવા છતાં અન્યો તેમની ટિપ્પણીને 'દલિતવિરોધી’ ગણાવી રહ્યા છે.
આગળ વાંચો, કોંગ્રેસે કહ્યું દલિતોનું અપમાન કર્યું છે અને આ ગુનાઓ માફ કરી શકાય નહીં