પ્રેસિડન્ટ રિટ્રીટ પાસે બને છે પ્રિયંકા ગાંધીનું ઘર, ગૃહમંત્રી સુધી પહોંચ્યો વિવાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિમલા: છરાબડા વિસ્તારમાં બની રહેલા પ્રિયંકા ગાંધીનું ઘર ફરી વિવાદોમાં આવી ગયુ છે. શિમલાના બીજેપી એમએલએ સુરેશ ભારદ્વાજે તે વિશે ગૃહમંત્રી રાજનાથ સિંહને ફરિયાદ કરી છે. પોતાના લેટરમાં ભારદ્વાજે લખ્યું છે કે, પ્રિયંકાના ઘરની પાસે જ રાષ્ટ્રપતિનું ગેસ્ટ હાઉસ 'પ્રેસિડન્ટ રિટ્રીટ' છે. આમ, સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને ઘર બનાવવાની મંજૂરી રદ કરવી જોઈએ. 2008થી બનતા આ ઘરનું કંસ્ટ્રક્શન કામ લગભગ પુરૂ થવા આવ્યું છે. રિટાયર્ડ આર્મી ઓફિસરને નહોતી મળી મંજૂરી...
- ભારદ્વાજે કહ્યું કે પહેલાં આ જ જગ્યાએ એક રિટાયર્ડ આર્મી ઓફિસરે જમીન ખરીદીને મકાન બનાવવાની મંજૂરી માગી હતી. પરંતુ તેમની અરજી પોલીસથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી રિજેક્ટ કરવામાં આવી હતી.
- સુરેશ ભારદ્વાજના મત પ્રમાણે જો તે ઓફિસરને ઘર બનાવવાની મંજૂરી નથી મળી તો પ્રિયંકા ગાંધીને કેવી રીતે મળી શકે?
- સુરેશે સવાલ ઊભા કર્યા છે કે, મંજૂરી આપતી વખતે પ્રિયંકાને એસપીજી સિક્યુરિટી વિશે વાત કરવામાં આવી હતી, પરંતુ તે લાઈફ ટાઈમ માટે નથી હોતી અને માત્ર એક વર્ષ માટે જ હોય છે જેને રિવ્યુ કરવામાં આવે છે.
- ભારદ્વાજે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રિયંકાનું ઘર બહુ જ સેન્સેટિવ વિસ્તારમાં બની રહ્યું છે. તેના પર પ્રતિબંઘ લગાવવો જોઈએ.
ત્રણ દિવસ પહેલાં સોનિયા પણ જોઈ ચૂકી છે ઘર

- નોંધનીય છેકે 14 જૂને સોનિયા ગાંધી પણ પ્રિયંકાનું ઘર જોવા માટે આવી હતી. સોનિયા અહીં દોઢ કલાક માટે રોકાઈ હતી જ્યારે પ્રિયંકા ઘણી વાર સુધી રોકાઈ હતી.
- તે દરમિયાન પ્રિયંકા સાથે દિલ્હીના ઘણાં આર્કિટેક્ટ પણ હતાં. છત વિશે પ્રિયંકાએ અમુક ઈન્સ્ટ્રક્શન પણ કામ કરતા લોકોને આપ્યા હતા.
પહાડી ડિઝાઈનમાં બની રહ્યું છે મકાન

- પ્રિયંકા ગાંધીના ઘરની ડિઝાઈન દિલ્હીના એક ઈન્ટીરિયર ડિઝાઈનરે તૈયાર કરી છે.
- ગયા વર્ષે તે પોતે જૂનમાં દિલ્હીથી ઈન્ટીરિયર ડિઝાઈનરને લઈને શિમલા ગઈ હતી.
- પ્રિયંકાનું ઘર પહાડી શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. ઘરના ચાલી રહેલા કામને કારણે પ્રિયંકા અનેક વાર શિમલા આવી ચૂકી છે.
કેમ વિવાદોમાં છે આ મકાન...

- પ્રિયંકાએ 2007માં સરેરાશ 4 વીઘા જમીન રૂ. 47 લાખમાં લીધી હતી.
- આરોપ છે કે તે સમયે માર્કેટ રેટ એક વીઘાના રૂ. એક કરોડ હતા, પરંતુ પ્રિયંકા માટે હિમાચલ સરકારે લેન્ડ રિફોર્મ એક્ટ અંતર્ગત સેક્શન 118માં નિયમોમાં ફેરફાર કર્યા હતા.
- આ સેક્શન અંતર્ગત જમીન હિમાચલ પ્રદેશનાસ્થાનિક લોકોને જ મળી શકે તેમ છતા પ્રિયંકાને સસ્તા ભાવે જમીન આપવામાં આવી છે.
- આ વિવાદના કારણે શરૂઆતના સમયમાં પ્રિયંકાને મકાન બનાવવાની મંજૂરી મળી નહોતી.
- હવે છરાબડામાં પ્રિયંકાનું મકાન લગભગ બનીને તૈયાર છે. 2008માં આ મકાનનું કામ શરૂ થયું હતું.
- પરંતુ નિર્માણની મંજૂરી મળવાને લઈને વિવાદ ઊભો થયો હતો.
- મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે શરૂઆતમાં આ મકાનનું નિર્મણ કરનારી કંપનીનું કામ પ્રિયંકાને પસંદ નહોતું આવ્યું.
- તેઓએ બનેલા મકાનનો 40 ટકા ભાગ તોડી પડાવ્યો હતો. ત્યારબાદ તેઓએ મકાનને ફરીથી તૈયાર કરાવ્યું છે.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓએ ઘરની ડિઝાઈન અને સિમેન્ટના વધુ ઉપયોગના કારણે તેને તોડી પડાયું હતું.
- પ્રિયંકા ગાંધીને પોતાના ઘરથી લઈને હાઈકોર્ટની નોટિસ પણ મળી ચૂકી છે.
આગળની સ્લાઈડમાં જુઓ પ્રિયંકાના ઘરની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...