પ્રિયંકાને ચૂંટણીનું ભોજન પચ્યું નહીં સોશિયલ મીડિયા પર વ્યંગબાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયા: ચૂંટણી ગતિવિધિઓ પર કટાક્ષ
રાયબરેલીમાં સોનિયા ગાંધીના પ્રચાર દરમિયાન પ્રિયંકા વાડરાએ એક ગરીબ મહિ‌લાની સાથે ભોજન લીધું. પરંતુ તેમની પ્લેટો ધ્યાનથી જુઓ. તે મોંઘી ક્રોકરી લાગે છે.ગરીબ તેમાં દરરોજ ખાતા નથી
- યુથ મીડિયા મૂવમેન્ટ
પ્રિયંકા જમતાં-જમતાં કહી રહ્યાં છે 'પહેલાં હું પેટ ભરીને ખાઇશ. પછી મારો પરિવાર. પછી એલાયન્સ પાર્ટનર, ત્યાર બાદ વધશે તો તમને મળશે
- રાહુલ ટી
આ લોકો જ્યારે મુશ્કેલીમાં હોય છે, ત્યારે પ્રિયંકા કયાં હોય છે? ચૂંટણીના સમયે જ તેમની યાદ આવે છે.
- જયંત
ભાજપ પૂછી રહ્યો છે કે વાડરા પહેલાં કંગાળ હતા હવે માલામાલ કેવી રીતે થઇ ગયા? સોનિયા ગાંધી ઇચ્છે તો કહી શકે કે અમારી દીકરી તેમના માટે લકી નીકળી
- સતીશ
પ્રિયંકા ગાંધી લોકોના ઘેર-ઘેર મત માગવાને બદલે ખેતરોમાં જઇ નિરીક્ષણ વધુ કરી રહ્યાં છે. જમીનને લઇ આમ જ જીજાજીનો રેકોર્ડ સારો નથી
- અરુણ નિગમ
ભાજપે રોબર્ટ વાડરા પર આક્રમણ કર્યું તો પ્રિયંકા ગાંધી બોલ્યાં દૃઢતાથી લડીશું, જ્યારે દેશના સૈનિકોના માથાં વઢાયાં ત્યારે આટલી દૃઢતા કેમ દેખાડી નહીં?
- અલકા
આગળ વાંચો, શાઝિયા જ્યારે પણ બોલે છે આપ માટે મુશ્કેલીઓ જ ઊભી કરે છે