• Gujarati News
  • Maharashtra By Polls: Daughter Of Gopinath Munde Pritam Munde Won By Record Votes

ગોપીનાથ મુંડેની દીકરીને મળ્યા નરેન્દ્ર મોદીથી પણ વધુ વોટ, બન્યો રેકોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટોઃ ચૂંટણી પ્રચાર કરતી પ્રીતમ મુંડે)

મુંબઈઃ દિવંગત બીજેપી નેતા ગોપીનાથ મુંડેની બંને દીકરીઓને ચૂંટણીમાં જીત મળી છે. પંકજા મુંડેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં પરલી બેઠક પરથી જીત મેળવી છે તો બીજી દીકરી પ્રીતમ મુંડેનો પોતાના પિતાના મૃત્યુ પછી ખાલી પડેલી બીડ બેઠક પર લોકસભા પેટાચૂંટણીમાં રેકોર્ડ ૬.૯૬ લાખ મતોના અંતરથી વિજય થયો છે. આ વિધાનસભા કે લોકસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વોટોના અંતરથી મળેલી જીત છે. પ્રીતમ મુંડેએ કોંગ્રેસના ઉમેદવાર અશોકરાવ શંકરલાલ પાટિલને હરાવ્યા છે. પ્રીતમને ૯,૨૨,૪૧૬ વોટ મળ્યા હતા તો પાટિલને માત્ર ૨,૨૬,૦૯૫ વોટ મળ્યા હતા.
૨૦૦૪ની લોકસભા ચૂંટણીઓમાં સીપીએમના અનિલ બસુએ ૫.૯૨ લાખ વોટોના અંતરથી જીત મેળવી રેકોર્ડ બનાવ્યો હતો. અનિલ બસુએ પશ્ચિમ બંગાળના આરામબાગ બેઠક પર ચૂંટણી લડી હતી અને ૫,૯૨,૫૦૨ વોટોની સરસાઈથી જીત દર્શાવી હતી. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ૫.૭૦ લાખ વોટોના અંતરથી ગુજરાતની વડોદરા બેઠક પર જીત મેળવી હતી.
પાંચ સૌથી મોટી જીત
ઉમેદવાર વોટોનું અંતર (લાખમાં)
પ્રીતમ મુંડે ૬.૯૬
અનિલ બસુ ૫.૯૨
પીવી નરસિમ્હા રાવ ૫.૮૦
નરેન્દ્ર મોદી ૫.૭૦
જગનમોહન રેડ્ડી ૫.૨૧
ડોક્ટર છે પ્રીતમ મુંડે
પ્રીતમ મુંડે પ્રોફેશનલી એક ડર્મેટોલોજીસ્ટ છે. પ્રીતમ મુંડે પરિવારમાં સૌથી વધુ ભણેલી છે. તે મુંબઈ સ્થિત વી. વાઈ. પાટિલ ઈન્સ્ટીટ્યૂટ ખાતે ભણતર કર્યું છે. તેના લગ્ન ગૌરવ ખડે સાથે થયા છે જે આઈ.ટી. એન્જિનીયર છે જે અમેરિકામાં પીએચડી કર્યું છે. ગૌરવના પિતા ડોક્ટર રાજેન્દ્ર ખડે એક જાણીતા રેડિયોલોજીસ્ટ છે.
પ્રીતમ અને ગૌરવના લગ્ન ઘણા ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્નની થીમ હતી મરાઠા કિંગ શિવાજીનો શાસનકાળ. કાર્યક્રમમાં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનના શિખ્યોએ શરણાઈ વગાડી હતી. તેમના લગ્નમાં મોદી, અડવાણી, રાજનાથ, વેંકૈયા નાયડૂ, પૃથ્વીરાજ ચવ્હાણ, છગન ભુજબળ, વિલાસરાવ દેશમુખ, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે જેવા ઘણા વીવીઆઈપી નેતા સહિત લગભગ ૪૦ હજાર લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નમાં લગભગ ૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો અને ખાવા માટેના ૬૦થી વધુ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા.
પ્રીતમ ઘણી સંકુચીત સ્વભાવની વ્યક્તિ માનવામાં આવે છે. તેમને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી. પ્રીતમનું લોકોની વચ્ચે જવાનું લગભગ ૨ વર્ષ પહેલા શરૂ થયું હતું. ગોપીનાથ મુંડે તેમને ૨૦૧૨માં સોલાપુરની એક મેડિકલ કોલેજની ડાયરેક્ટર બનાવી હતી. મુંડે પરિવારના રાજનીતિક વિરોધી અને પ્રીતમ અને પંકજના કાકાના દીકરા ધનંજય ગોપીનાથ મુંડેના મૃત્યુ પછી પોતાની સાંત્વના જતાવવા બીજેપીની મુંબઈ ઓફિસ પહોંચ્યો હતો ત્યારે પંકજાએ તેને મળવાનો ઈનકાર કરી દીધો હતો. જો કે, પ્રીતમ ધનંજયને મળી હતી અને રોઈ હતી.
આગળની સ્લાઈડમાં જુઓ, ગોપીનાથ મુંડેના પરિવાર વિશે સાથે મુંડે પરિવારની તસવીરો...