શપથવિધિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો દેશના નાગરિકોને સંદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના 15માં વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાના નાગરિકોને સંદેશ આપ્યો હતો.
નમસ્તે!
દેશના વડાપ્રધાન કાર્યાલય તરફથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે.ગત 16મેના રોજ દેશની જનતાએ ચૂકાદો આપ્યો હતો. જનતાએ વિકાસ, સુશાસન અને સ્થિરતા માટે આ ચૂકાદો આપ્યો હતો.આપણે આપણી જાતમાં શ્રદ્ધા રાખીને દેશની વિકાસ યાત્રાને નવી ઉંચાઈએ લઈ જઈશું. અમારે તમારા આશીર્વાદ, સહકાર અને સક્રિય ભાગીદારીની જરૂર છે.આપણે સાથે મળીને ભારતનું ભવ્ય ભાવિ લખીશુ. ચાલો સાથે મળીને મજબૂતી, વિકાસ અને સમાવેશી ભારતનું સપનું સાકાર કરીએ.તેમજ વિશ્વશાંતિ અને વિકાસને મજબૂત કરવા માટે વિશ્વ સમુદાય સાથે જોડાઈને સક્રિય બનીએ.

હું આ વેબસાઈટને આપણા વચ્ચેના સીધા સંવાદનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ ગણુ છું.મારો વિશ્વના લોકો સાથે સંપર્કમાં રહેવા માટે ટેકનોલોજીની તાકાત અને સોશ્યલ મીડિયામાં દ્રઢ વિશ્વાસ છે.મને આશા છે કે,આ માધ્યમ શીખવા અને મંતવ્યો રજૂ કરવા માટે તકો સર્જશે.
આ વેબસાઈટ દ્વારા તમને મારા વ્યક્તવ્યો, કાર્યક્રમો, વિદેશ મુલાકાતો અને બીજી ઘણી બાબતો અંગેની લેટેસ્ટ માહિતી મળતી રહેશે.હું તમને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા ઈનોવેટીવ પગલાઓ અંગે માહિતગાર રાખીશ.
આપનો,
નરેન્દ્ર મોદી