• Gujarati News
  • Working For The Betterment Of Life Of The Common Man Is The Most Enjoyable Thing In Life: Naidu

પ્રધાનમંત્રી મોદી ન તો પોતે ઉંઘે છે અને ન અમને ઉંઘવા દે છેઃ વૈકેંયા નાયડૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ નરેન્દ્ર મોદીની સાથે વૈકેંયા નાયડૂ)
હૈદરાબાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યપદ્ધતિના વખાણ કરતા કેન્દ્રીય મંત્રી એમ. વૈકેંયા નાયડૂએ રવિવારે જણાવ્યું હતું કે અમારા નેતા પોતે ઉંઘતા નથી કે કેબિનેટના સહયોગીઓને ઉંઘવા દેતાય નથી.
વૈકેંયા નાયડૂએ આગળ કહ્યું હતું કે, પરંતુ અમને તેમની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે છે કેમ કે અમે દેશના લોકોના હિત માટે અમે કામ કરી રહ્યા છીએ. દેશના સામાન્ય લોકોના હિત માટે કામ કરવું એ જીવનનો શ્રેષ્ઠ આનંદદાયક કાર્ય છે.
તેઓએ જણાવ્યું હતું કે, અમારી કેબિનેટના કેટલાક મિત્રોનું એવું માનવું હતું કે દેશના દરેક નાગરિકનું બેન્ક એકાઉન્ટ ખોલાવવું હશે તો તેમાં પાંચ વર્ષ લાગી જશે. તેના પ્રત્યુત્તરમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે આ કામગીરી એક વર્ષમાં જ પૂર્ણ કરી લઈશું. વૈકેંયા નાયડૂએ વિશેષમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી જનધન યોજનાને શરૂ કરે ૭ અઠવાડિયા પછી અત્યાર સુધીમાં ૬.૯૯ કરોડ લોકોએ બેન્ક એકાઉન્ટ ખોલાવી દીધા છે.