કોવિંદ કે મીરા? દેશને આગામી રાષ્ટ્રપતિ દલિત મળવાનું નક્કી

Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor

દેશમાં 14માં રાષ્ટ્રપતિ કોણ થશે તે વિશે આજે નિર્ણય લેવાઈ જશે. તે માટે સાંસદ ભવનમાં કાઉન્ટિંગ કરવામાં આવશે. એનડીએ કેન્ડિડેટ રામનાથ કોવિંદ અને યુપીએ મીરા કુમારમાંથી એક દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે. બંને માંથી કોઈ પણ જીતે પરંતુ દેશને કે.આર. નારાયણ પછી બીજા દલિત રાષ્ટ્રપતિ મળવાનું નક્કી છે.

divyabhaskar.com

Jul 20, 2017, 08:39 AM IST
નવી દિલ્હી: રામનાથ કોવિંદ દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે. 17 જુલાઈએ રાષ્ટ્રપતિના પદ માટે યોજાયેલી ચૂૂંટણી રામનાથ કોવિંદને વિપક્ષના ઉમેદવાર મીરા કુમારથી બે ગણા અને કુલ 65.65% વોટ મળ્યા છે. તેમને કુલ 10,98,903માંથી 702,044 મત મળ્યા હતા. વિપક્ષના ઉમેદવાર મીરા કુમારને 34.35% વોટ મળ્યાં હતા. તેમને કુલ 367,314 વોટ મળ્યાં હતાં. કોવિંદ 25 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે. કે.આર.નારાયણ બાદ કોવિંદ દેશના બીજા દલિત રાષ્ટ્રપતિ બન્યા છે.
રાષ્ટ્રપતિ ભવનમાં હું ગરીબોનો પ્રતિનિધી છુંઃ કોવિંદ
"મેં કદી વિચાર્યું પણ ન હતું કે હું આ પદ સુધી પહોંચીશ. રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુલ કલામ જેવી હસ્તીઓ જે પદ પર રહ્યા તે પદ સુધી પહોંચવું મારા માટે ગર્વની વાત છે. જે લોકોએ મને મત આપ્યો છે તે લોકોનો આભાર. હું પણ ગરીબીમાંથી આટલે સુધી પહોંચ્યો છું તેથી ગરીબોની પીડા સારી રીતે સમજી શકું છું. હું રાષ્ટ્રપતિ ભવનમાં ગરીબોનો પ્રતિનિધિ છું. હું મારા કર્તવ્યોનું પાલન કરીશ. આ પદ મને ખૂબ મોટી જવાબદારીનો અહેસાસ કરાવે છે. મને જે જવાબદારી આપવામાં આવી છે તે દેશના દરેક વ્યક્તિ માટે સંદેશ છે જે ઈમાનદારી સાથે કર્તવ્યોનું પાલન કરે છે."
'દરેક પ્રતિનિધિનો આભાર માનું છું'
"મને બાળપણની યાદ આવી રહી છે જ્યારે અમે પૈતૃક ગામમાં રહેતા હતા ત્યારે ઘાસ-ફૂસથી બનેલા ઘરમાં દરેક ભાઈ-બહેન વરસાદથી બચવા માટે એક ખૂણામાં ઊભા રહીને વરસાદ બંધ થવાની રાહ જોતા હતા. કારણ કે આવા ઘરની છત વધારે વરસાદ સહન નથી કરી શકતી. દેશમાં મારા જેવા ઘણા કોવિંદ છે જેમને સાંજનું ભોજન મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આજે મારે તેમને કહેવું છે કે, હું ગરીબોનો પ્રતિનિધિ બનીને રાષ્ટ્રપતિ ભવનમાં જઈ રહ્યો છું. આ પદ માટે ચૂંટાઈશ તેવું કદી વિચાર્યું પણ ન હતું. પોતાના સમાજ પ્રતિ કામ કરીને અહીં સુધી પહોંચ્યો છું. દેશના દરેક લોકોને નમન કરીને દેશ સેવાનો સંકલ્પ કરું છું. દરેક પ્રતિનિધિનો આભાર માનું છું.
કોવિંદજી પર બંધારણના રક્ષાની જવાબદારી: મીરા કુમાર

મીરા કુમારે કહ્યું કે, 'હું સન્માનીય કોવિંદજીને ભારતના રાષ્ટ્રપતિ થવા માટે અભિનંદન આપું છું. અત્યારે મુશ્કેલ સમયમાં તેમના પર બંધારણની જવાબદારી આવી છે. હું સોનિયા ગાંધી અને દેશના દરેક નાગરિકોનો આભાર માનું છું જેમણે મને પ્રોત્સાહન આપ્યું હતું. જે વિચારાધારાની લડાઈ માટે મેં ચૂંટણીમાં ભાગ લીધો હતો તે આજે 20 જુલાઈ 2017 પછી પણ ચાલુ રહેશે.'
21 સાંસદોનું વોટિંગ રદ
રામનાથ કોવિંદના પક્ષમાં 522 સાંસદોએ વોટિંગ કર્યું, જ્યારે 225 સાંસદોએ મીરા કુમારને વોટ આપ્યો. 21 સાંસદોના વોટિંગને રદ કરવામાં આવ્યું. ગુજરાત અને ગોવામાં એનડીએના પક્ષમાં ક્રોસ વોટિંગ થયું.
મીરા કુમારે પરિણામ પહેલા ઘરે મીઠાઈ વહેંચી
ગુરુવારે સવારે પરિણામ પહેલા જ યુપીએ રાષ્ટ્રપતિના ઉમેદવાર મીરા કુમારના ઘરે મીઠાઈ વહેંચવામાં આવી છે. આ દરમિયાન મીરા કુમારે ઘરની બહાર આવીને મીડિયા સાથે વાત પણ કરી હતી. પરિણામ વિશે તેમણે જણાવ્યું હતું કે, અમે નિષ્ઠા સાથે આ ચૂંટણી લડ્યા છીએ. અમે લડાઈની મર્યાદા પણ નિભાવી છે. અમે વિચારધારાની લડાઈ લડી રહ્યા છીએ. આ ગુપ્ત વોટિંગ હતું અને દરેકને તેમનો વોટ નાખવાનો અધિકાર છે.
દેશને મળશે બીજા દલિત રાષ્ટ્રપતિ
એનડીએ કેન્ડિડેટ રામનાથ કોવિંદ યુપીએ મીરા કુમારને હરાવીને દેશના 14માં આગામી રાષ્ટ્રપતિ બન્યા છે. કોવિંદ કે.આર. નારાયણ પછી બીજા દલિત રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ 1997માં ચૂંટાયા હતા. આ વખતે ચૂંટણીમાં કોવિંદ જીતે તેવી શક્યતાઓ વધારે હતી.
કેવી રીતે થાય છે ગણતરી?

સૌથી પહેલા પાર્લામેન્ટના બેલેટ બોક્સ ખોલવામાં આવ્યા હતા. ત્યારપછી બીજા રાજ્યોમાંથી આવેલા બેલેટ બોક્સ ખોલવામાં આવ્યા હતા. રાજ્યોનાં વોટનું કાઉન્ટિંગ આલ્ફાબેટના આધારે કરવામાં આવે છે. વોટની ગણતરી ચાર અલગ અલગ ટેબલ પર કરવામાં આવી હતી, અંદાજે 8 રાઉન્ડમાં ગણતરી પૂરી કરવામાં આવી હતી.
વાંચોઃ
જીતવા માટે કેટલા મત જરૂરી હતા?
- મતદાતા મંડળ : 776 સાંસદ, 4120 ધારાસભ્ય
- મતોની કુલ વેલ્યૂ : 10 લાખ 98 હજાર 903
- જીતવા માટે જરૂરી : 5 લાખ 49 હજાર 452
- એક સાંસદ માટે મતની વેલ્યૂ : 708
- ધારાસભ્યોનું મત મૂલ્ય રાજ્યની વસતી પ્રમાણે નક્કી થાય છે.
અત્યાર સુધી કયા રાષ્ટ્રપતિને મળ્યા કેટલા મત
વર્ષ રાષ્ટ્રપતિ ઉમેદવાર કેટલા મત મળ્યા
2017 રામનાથ કોવિંદ 702,044
2012 પ્રણવ મુખરજી 7,13,763
2007 પ્રતિભા પાટિલ 6,38,116
2002 અબ્દુલ કલામ 9,22,884
1997 કે.આર.નારાયણ 9,56,290
1992 શંકર દયાલ શર્મા 6,75,864
1987 આર. વૈંક્ટરમણ 7,40,148
1982 જ્ઞાની જૈલ સિંહ 7,54,113
1977 નીલમ સંજીવ રેડ્ડી બિનહરિફ
1974 ફખરુદ્દીન અલી મહમ્મદ 7,54,113
1969 પી.વી ગિરિ 4,20,077
1967 ઝાકિર હુસૈન 4,71,244
1962 ડો. એસ રાધા કૃષ્ણન 5,53,067
1957 ડો. રાજેન્દ્ર પ્રસાદ 4,59,698
1952 ડો. રાજેન્દ્ર પ્રસાદ 5,07,400
આગળની સ્લાઇડ્સમાં જાણો, રામનાથ કોવિંદ અને મીરા કુમારમાં કોણ છે બળીયું?
X
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
Kovind will win, more than 70% of vot in his favor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી