તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPCની સમીક્ષા થવી જોઇએ, કાયદાને બદલવાની જરૂર: પ્રણવ મુખરજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દેશદ્રોહની કલમ અંગે ચર્ચા વચ્ચે કહ્યું : કાયદાને બદલવાની જરૂર

કોચી: દેશદ્રોહની કલમ અંગે શરૂ થયેલી ચર્ચા વચ્ચે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ભારતીય ફોજદારી કાયદા (આઇપીસી)ની સમીક્ષ કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે. કેરળના કોચીમાં આઇપીસીની 155મી વર્ષગાંઠ પર આયોજિત એક વર્ષ ચાલેલા સમારંભોના સમાપન પર રાષ્ટ્રપતિએ આ વાત કહી છે. તેમણે જણાવ્યું કે આઇપીસીની શરૂઆતની યાદીમાં બહુ ઓછા અપરાધ હતા.

હાલમાં પણ આઇપીસીમાં એક કલમો યથાવત છે, જે અંગ્રેજોએ પોતાનું શાસન જાળવી રાખવા માટે લાગુ કરી હતી. ઘણા નવા અપરાધોની વ્યાખ્યા કરીને સંહિતામાં ઉમેરવાની જરૂર છે. એના માટે 21મી સદી મુજબ સંહિતામાં પરિવર્તન કરવું પડશે. તેમણે એવું પણ જણાવ્યું કે પોલીસને લોકશાહીના જરૂરી તત્વો - સમગ્રતા અને સહિષ્ણુતાને પણ પોતાના કામકાજમાં સામેલ કરવા જોઇએ.

રાષ્ટ્રપતિની પોલીસને શીખામણ

આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે પોલીસે માત્ર કાયદા-અમલમાં મૂકવાની સંસ્થાથી આગળ વધીને ભૂમિકા ભજવવી જોઇએ. બંધારણ ઘડનારાઓએ સમગ્રતા, સહિષ્ણુતા, આત્મસંયમ, ઇમાનદારી, શિસ્તને લોકશાહીના જરૂરી ભાગ ગણાવ્યા હતા. સાથે જ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને સમાજના નબળા વર્ગોની સુરક્ષા અને સંમાનને પણ જરૂરી ગણાવ્યા હતા. પોલીસે કામકાજમાં આ બધું જરૂર સામેલ કરવું જોઇએ.
અન્ય સમાચારો પણ છે...