તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાતંત્ર પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનો સંદેશ,'ભાગલાવાદી તત્વો સામે સખતાઈથી રહેવું પડશે'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 70માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધતાં કેટલાંય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. છેલ્લા કેટલાંક સમયથી દેશમાં સામે એવી રહેલી મહત્વની ઘટનાઓને પોતાના શાંતિ સંદેશામાં જોડી હતી. તેમણે જીએસટી બીલને લોકતંત્રની મોટી તાકાત ગણાવ્યું હતું. સાથે મહિલાઓ અને બાળકોની સલામતિ તથા દલિત સમુદાય ઉપર થઈ રહેલા હુમલાઓ રાષ્ટ્રની છબીને નીચી પાડનારા ગણાવ્યા હતા.
મુખરજી 70મા સ્વતંત્ર દિનની પૂર્વસંધ્યાએ પ્રવચન આપી રહ્યાં હતા. તેમણે દેશના સામાન્ય લોકોને યાદ દેવડાવ્યું કે લોકશાહીનો અર્થ સરકાર ચૂંટવા કરતાં વધારે છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને 50 વર્ષ પહેલાં સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ કરેલું પ્રવચન યાદ કરતાં જણાવ્યું હતું કે આપણે એક લોકશાહીનું બંધારણ અપનાવ્યું છે. દેશની સફળ વિકાસગાથા તેમણે વર્ણવી હતી.....
- લોકશાહીનો અર્થ સરકાર ચૂંટવા કરતાં વધારે છે
- રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશમાં કચડાયેલા વર્ગ ઉપર હુમલો કરનાર તત્વો સામે સખત કાર્યવાહી કરવી જરૂરી છે. અને તેમણે કહ્યું કે, મને પુરતો વિશ્વાસ છે કે આવા તત્વોને અલગ કરી દેવા જોઈએ. જેથી દેશની વિકાસગાથા કોઈપણ પ્રકારની બાધા વિના સતત આગળ ચાલતી રહે.
- તેમણે કહ્યું કે, મહિલાઓ અને બાળકોની સુરક્ષા એ દેશ અને સમાજની ખુશી નક્કિ કરે છે. જો આવું શક્ય ન બને ત્યારે આપણે સભ્ય સમાજ નથી કહેવાતા.
- વધુમાં કહ્યું, ' દેશનું બંધારણ કોઈ એકમાત્ર રાજનીતિક દસ્તાવેજ નથી પરંતુ ભાવનાત્મક, સાંસ્કૃતિક અને સામાજિકતાનો કરાર પણ છે.'
- લોકતાંત્રિક સભાઓ સામાજિક તણાવને મુક્ત કરનાર સાધનના રૂપમાં કામ કરતી હોય છે. જે સંકટ સમયને પણ રોકી શકે છે. એક પ્રભાવશાળી લોકતંત્રમાં તેનાં સભ્યોએ વિધિ વિવિધ શક્તિઓનો સ્વીકાર કરવા તૈયાર રહેવું જોઈએ. કોઈ વ્યક્તિ કે સમુહ પોતે પોતાના કોઈ કાયદા કાનૂન પસાર કરી શકતું નથી.
આપણી વચ્ચે કોમી વૈમનસ્ય ના હોય, શાંતિ જ શાંતિ હોય
ઈશ્વર આપણી રક્ષા કરે, ઈશ્વર આપણું પોષણ કરે. આપણે મળીને ઉત્સાહ અને ઉર્જા સાથે કામ કરીએ.આપણો અભ્યાસ શ્રેષ્ઠ હોય,આપણી વચ્ચે કોઇ વૈમનસ્ય ના હોય, ચારેય તરફ શાંતિ જ શાંતિ હોય. - પ્રણવ મુખરજી

ભવિષ્ય તરફ જોવું જરૂરી

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે,‘આપણે હંમેશા આપણા પ્રાચીન ભૂતકાળની સિદ્ધિઓ સામે ખુશ થઇએ છીએ. પણ સફળતાથી સંતોષ પામીને બેસવું યોગ્ય નથી. ભારતે પ્રગતિ કરી છે. છેલ્લા દાયકા દરમિયાન દર વર્ષે મોટાભાગે આઠ ટકાથી વધુનો વિકાસદર મેળવ્યો છે.
સંસદમાં મડાગાંઠ-GST અંગે

‘સ્વતંત્રતાના વિશાળ વૃક્ષને લોકતાંત્રિક સંસ્થાઓથી સતત પોષિત કરવું જોઇએ. હસ્તક્ષેપ અને મુર્ખામીભર્યા પ્રયાસોથી બંધારણીય વિધ્વંસ અને સંસ્થાગત ઉપહાસ હાંસલ થશે. જોકે, સંસદમાં નિષ્પક્ષતા અને શ્રેષ્ઠ પરિચર્ચાઓ વચ્ચે જીએસટી લાગુ કરવાની બાબત આપણી લોકશાહી પરિપક્વતા પર ગર્વ કરવા માટે પુરતું છે.’
લોકતાંત્રિત પ્રણાલી અંગે

‘મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી. તે વખતે કોઇને વિશ્વાસ ન હતો કે ભારતમાં લોકશાહી ટકી રહેશે પરંતુ સાત દાયકા પછી પણ કરોડો ભારતીયના દમ પર માત્ર લોકશાહી ટકી નથી પરંતુ વધુ બહેતર થઇ છે.’
યુવા શક્તિ અંગે
‘આપણે 60 કરોડ યુવાઓના દમ પર ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્કીલ્ડ ઇન્ડિયાના સ્વપ્ન સાકાર કરીશું. સ્માર્ટ શહેર અને નાના નગરો બનાવીશું, જે માત્ર ટેકિનક કેન્દ્રીત હશે નહીં પરંતુ માનવીય દ્રષ્ટિએ પણ એક સારો સમાજ હશે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો