• Gujarati News
  • President Pranab Mukherjee Gives Nod To Re promulgation Of Land Ordinance

સુધારા સાથે રજૂ થયેલા ભૂમિ અધિગ્રહણ બિલને રાષ્ટ્રપતિએ આપી બહાલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિને પ્રણવ મુખર્જીએ સુધારા સાથે મોકલવામાં આવેલા ભૂમિ અધિગ્રહણ અધ્યાદેશને પોતાના વિદેશ પ્રવાસ જતા પહેલા બહાલી આપી છે. જેથી મોદી સરકારનો માર્ગ વધુ મોકળો બન્યો છે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રવિવારે ત્રીજી વાર કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા ભૂમિ અધિગ્રહણ બિલને ફરી રજૂ આપી છે. ત્રીજી વખત આ અધ્યાદેશને મંજૂરી આપ્યા બાદ પ્રણવ મુખર્જી ટ્વિટર પર ટ્રેન્ડિંગ કરે છે.અમુક અધ્યાદેશને ત્રીજ વાર મંજૂરી મળતા તેમની આલોચના થઈ રહી છે તો અમુક લોકો તેમના સમર્થનમાં છે. #President Pranab Mukherjee હેશટેગ રવિવાર બપોરથી ટ્રેડિંગમાં છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્રમાં ખરડાને કાયદો બનાવવામાં અસફળ રહ્યા બાદ મોદી સરકારે તેને રાષ્ટ્રપતિ પાસે ફરી રજૂ કરવાની અનુમતિ માટે મોકલ્યો હતો.
જમીન સંપાદન પર ત્રીજી વાર ઓર્ડિનન્સ લાવી છે મોદી સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે થયેલી કેબિનેટની બેઠક બાદ જમીન અધિગ્રહણને લઈને ત્રીજી વાર ઓર્ડિનન્સ લાવવામાં આવ્યો છે. એ પછી રવિવારે રાષ્ટ્રપતિએ આ અધ્યાદેશને ફરી રજૂ કરવાની મંજૂરી આપી છે. ગત વર્ષે સત્તામાં આવ્યા બાદ આ 13મો સરકારી આદેશ જાહેર કરાયો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ભૂમિ અધિગ્રહણમાં યોગ્ય વળતર અને પારદર્શિતાનો અધિકાર, પુનર્વાસ અને પુનર્સ્થાપના કાયદો, 2013ના સંશોધન માટે પહેલા વાર ઓર્ડિનન્સ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઓર્ડિનન્સ બિલમાં બદલાયો હતો. લોકસભાએ તેને 10 આધિકારીક સંશોધન સાથે પસાર કરી દીધો પણ સરકાર રાજ્યસભામાં સંખ્યાબળ ઓછું હોવાને કારણે તે પસાર ન થઈ શક્યો. આ વર્ષે માર્ચમાં વટહુકમ ફરી રજૂ કરવામાં આવ્યો હતો. જે ત્રણ જૂને સમાપ્ત થઈ ગયો હતો.
રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમને મંજૂરી આપાયા બાદ કરવામાં આવેલા અમુક ટ્વિટ્સ
* @humsubscribe: Oh! I forgot. President Pranab Mukherjee was the fin min in Manmohan's govt. UPA III would have done the same thing
* @SwachhPolitics: For a rubber stamp there is no other go for President Pranab Mukherjee other than to give a nod #Jumla BJP Govt
* @humsubscribe: But by not expressing displeasure over re-issued ordinance, President Pranab Mukherjee is overlooking Indian farmers
* @GetizyJitz: President Pranab Mukherjee to leave to visit Sweden & Belarus.! I think itz a spreading disease, he got affected from PM.! #MaanKiBaat
* @RSS4India: Arvind Kejriwal must learn from our President, Pranab Mukherjee (yet to confront Modi) to stop confronting Lieutenant Governor, Najeeb jung.
* @SwachhPolitics: For a rubber stamp there is no other go for President Pranab Mukherjee other than to give a nod #Jumla BJP Govt
* @Me_Benaam: Presidents in India trend only for one reason...President Pranab Mukherjee makes history for new reason
* @SankiNana: LAB Approved by President Pranab Mukherjee. BJP is desperate to pass it cuz the fund Donors r getting restless. Won't settle with #MannKiBaat.