તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેગ્નેન્ટ વહુને ખભા પર લઈને ફરતા રહ્યા 70 વર્ષના સસરા, સારવાર ન મળતા છોડ્યો દેહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મિરજાપુર: થોડા દિવસ પહેલાં જ ઉત્તર પ્રદેશના હૈલેટ હોસ્પિટલની એક ઘટના સામે આવી હતી જેમાં પિતા તેના બીમાર દીકરાને લઈને હોસ્પિટલોના ધક્કા ખાય છે. પરંતુ યોગ્ય સારવાર ન મળતા બાળકે તેના પિતાના ખભા પર જ દેહ છોડી દીધો હતો. આવો જ બીજો એક કિસ્સો મિરજાપુરમાં જોવા મળ્યો છે. અહીં 70 વર્ષના સસરા તેની પ્રેગ્નેન્ટ પુત્રવધૂને સારવાર માટે લઈને હોસ્પિટલોમાં ફર્યા કરે છે, પરંતુ અંતે તેઓ મહિલા કે તેના બાળકનો જીવ બચાવી શકતા નથી.
5 કલાક સુધી કોઈ ડૉક્ટર જોવા ન આવ્યા
- 70 વર્ષના સસરાએ તેમની પુત્રવધૂને ખભા પર લઈને ઘડીકમાં પ્રાઈવેટ તો ઘડીકમાં સરકારી હોસ્પિટલના ધક્કા ખાધા પરંતુ ઈમરજન્સી ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકે જીવ ગુમાવી દીધો હતો.
- ગયા રવિવારે જિલ્લા મહિલા હોસ્પિટલમાં પોતાની પુત્રવધૂ અને બાળકને બચાવવા માટે આ 70 વર્ષના વૃદ્ધ સંઘર્ષ કરતા રહ્યા હતા.
- રવિવારે અખિલેશ સરકારની 108 એમ્બ્યુલન્સે ગેરુઆ ગામની અંશુ પાંડેને જિલ્લા હોસ્પિટલ પહોંચાડી હતી.
- ત્યારપછી સ્ટ્રેચર ન મળતા વૃદ્ધ સસરા તેને ખોળામાં ઉપાડીને ઈમરજન્સી વોર્ડ સુધી લઈ ગયા હતા.
- ઈમરજન્સી વોર્ડમાં પહોંચ્યા પછી પણ પાંચ કલાક સુધી કોઈ ડૉક્ટર તેને જોવા આવ્યા નહતા.
મીડિયા અને દર્દી ઉપર ગુસ્સે થયા ડૉક્ટર

- ત્યાં હાજર નર્સે ગર્ભવતી મહિલાને ડ્રિપ ચડાવવાનું શરૂ કરી દીધું હતું.
- સવારે 3 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી ઈમરજન્સી વોર્ડમાં કોઈ ડૉક્ટર આવ્યું નહોતું.
- પુત્રવધૂને પરેશાન થતા જોઈને વૃદ્ધ સસરા મહિલાને લઈને પ્રાઈવેટ ડૉક્ટર પાસે પહોંચ્યા હતા.
- મહિલાની ગંભીર સ્થિતિના કારણે પ્રાઈવેટ ડૉક્ટરે ફરી સસરાને મહિલાને સરકારી હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી.
- ત્યાં ફરી સ્ટ્રેચર ન મળતા સસરા પુત્રવધૂને ખભા પર લઈને ઈમરજન્સી વોર્ડ તરફ દોડ્યા હતા.
- પરંતુ ત્યાં ઈમરજન્સીમાં ન કોઈ ડૉક્ટર મળ્યા કે ન કોઈ નર્સ મળી.
- મીડિયાના પ્રયત્ન અને મુખ્ય અધિકારીને ફરિયાદ કર્યાના દોઢ કલાક પછી ડો. શશિ મિશ્રા આવ્યા અને આવતાની સાથે જ તેઓ દર્દી અને મીડિયા ઉપર ગુસ્સો કરીને રૂમ બંધ કરાવી દીધો હતો.
- તેના ઘણાં કલાકો પછી મહિલાને ઓપરેશન થિયેટર લઈ જવામાં આવી હતી.
- ત્યારપછી મૃત નવજાત બાળકને પેટમાંથી બહાર કાઢવામા આવ્યું હતું.
- ડૉક્ટરોની બેદરકારીના કારણે ઈન્ફેક્શન ફેલાઈ જવાના કારણે મહિલાને વારાણસી રિફર કરવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
ડૉક્ટરો અને નર્સથી ડરતા દેખાયા સીએમઓ

- સસરા કપૂર ચંદ પાંડેએ જણાવ્યું કે જિલ્લા હોસ્પિટલમાં કોઈ મદદ મળી નહીં.
- ખાનગી હોસ્પિટલમાં ગયા તો જવાબ મળ્યો કે અમે આ દર્દીની સારવાર નહીં કરીએ.
- ત્યાંથી ભાગીને સરકારી હોસ્પિટલ પાછા આવ્યા તો સિસ્ટર બોલવા લાગી. હવે દર્દીને બચાવવા દોડીશું નહીં તો શું કરીશું.
- મુખ્ય અધિકારીને આ વિશે પૂછ્યુ તો કહ્યું કે, ડૉક્ટરોની 24 કલાક સુધી ડ્યૂટી હોય છે. જો કોઈ ન હોય ફરજ પર તો તેમને બોલાવવામાં આવે છે.
- ઓફ ધી રેકોર્ડ વાત ચીતમાં એવું પણ લાગ્યું કે ચીફ મેડિકલ ઓફિસર પણ ડૉક્ટર અને નર્સથી ડરતા હોય તેવુ લાગ્યું છે.
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત વધારે તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો