પૉટોકૉલ તોડી ગામમાં પૂજા કરશે રાષ્ટ્રપતિ મુખરજી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રપતિ શનિવારે બપોરે કોલકાતાથી 240 કિલોમિટર દૂર પોતાના ગામે હેલિકોપ્ટરથી જશે

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પ્રસંગ પર પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લાના મિરીતી ગામમાં પોતાના પૈતૃક નિવાસ જઇ રહ્યા છે.

વીરભૂમિના જિલ્લા અધિકારીએ જાણકારી આપી છે કે રાષ્ટ્રપતિ શનિવારે બપોરે કોલકાતાથી 240 કિલોમિટર દૂર પોતાના ગામે હેલિકોપ્ટરથી જશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાષ્ટ્રપતિ 23 ઓક્ટોબર સુધી પોતાના પૈતૃક ગામ જશે. મુખરજી પોતાના ગામે દુર્ગાપૂજામાં મુખ્ય પૂજારી તરીકે સામેલ થશે.

પ્રણવ મુખરજીના નજીકના લોકો માની રહ્યા છે કે કદાચ પ્રણવ પોતે પૉટોકૉલ તોડી ગામવાળાઓને મળશે અને પૂજા કરશે. નોંધનીય છે કે પ્રણવ મુખરજી પશ્ચિમ બંગાળના છે અને ત્યાં દુર્ગાપૂજાનું અલગ જ મહત્વ છે.