• Gujarati News
  • Bharat Agrawal Weekly Column About Politics And Happenings

પાવર ગેલેરી: મોદીના દૂત મળ્યા બીમાર સ્વામીને, UPSC સભ્યની ફાઈલ તૈયાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
*સફાઈ અભિયાનમાં છે બેકગ્રાઉન્ડ સંદેશ
*ઠાકરે-અડવાણી એક જ મંત્રાલયમાં
ડો. ભારત અગ્રવાલ
ગોલ્ડન સદસ્યતા

ભાજપે ખૂબ મોટા પાયે સભ્ય નોંધણી અભિયાન શરૂ કર્યુ છે. વેબસાઇટ પર જાઓ, સભ્ય બની જાઓ. મિસ્ડ કોલ કરો અને સભ્ય બની જાઓ. સુવિધાનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ કર્યો. બાજુ મિસ્ડ કોલ કર્યો, અને બીજા બાજુ શપથ લીધા.

મિસ્ડ કોલનો મિસ્ડ નંબર

અને ભાજપનું સભ્યપદ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે મિસ્ડ કોલ કર્યો, ત્યારે લોકોની નજર ક્યાંક બીજે અટકી હતી. સદસ્યતા કાર્યક્રમને મોટી સ્ક્રીન પર દર્શાવવામાં આવી રહ્યો હતો અને લોકોની નજર વાત પર હતી કે કદાચ...પીએમનો મોબાઇલ નંબર જોવા મળી જાય. પરંતુ અમિત શાહે મંચ ઉપરથી કહી દીધું- પીએમનો મોબાઇલ નંબર નહીં દેખાય.

બેકગ્રાઉન્ડ સંદેશ!

વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનની જાહેરાત ધ્યાનથી સાંભળો. જે પાર્શ્વસંગીત છે તે ‘એકલા ચલો રે’ની ધૂન પર છે. હવે સવાલ છે કે સ્વચ્છતા અભિયાનનો પાર્શ્વ-સંદેશ ક્યાંક સહયોગી પક્ષો માટે તો નથીને. શિવસેનાને પૂછીને જુઓ.
પ્રતીક્ષા મંત્રાલય!

વાસ્તવમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (ગઠબંધન તૂટતા પહેલા) ઉદ્ધવ ઠાકરે ઇચ્છતા હતા કે અડવાણી તેમાં હસ્તક્ષેપ કરે. અડવાણીએ ગઠબંધન જાળવી રાખવાની વાત જાહેરમાં પણ કહી, પરંતુ તેમની વાત બની નહીં. હવે મહારાષ્ટ્રના નેતા ઉદ્ધવ ઠાકરેની તુલના અડવાણી સાથે કરી રહ્યાં છે. એક પીએમ બનવા માગતા હતા, બની શક્યા. બીજા સીએમ બનવા માગતા હતા, બની શક્યા.

...અને તે અટકી ગયા

અડવાણીજીનો જન્મદિવસ હતો. અન્ય તમામ લોકોની જેમ રાજનાથસિંહ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પણ તેમને જન્મદિવસના અભિનંદન આપવા તેમના ઘરે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે વારાણસીમાં હતા અને દિલ્હી આવ્યા પછી સીધા અડવાણીજીના ઘરે પહોંચવાના હતા. રાજનાથસિંહ અને શિવરાજસિંહ ચૌહાણ પીએમ આવતા પહેલા પાછા ફરવાના પક્ષમાં હતા, જેથી પીએમ અને અડવાણી એકબીજા સાથે વાત કરી શકે. પરંતુ અડવાણીએ તેમને પીએમ આવે ત્યાં સુધી રોકાઇ જવા કહ્યું.

લક્ષ્મણરેખા

મનોહર પરિકર ગોવાથી દિલ્હી આવ્યા, સીધા ચાર મોટા પ્રધાનોમાંથી એક બની ગયા, પછી રાજ્યસભાનું ફોર્મ ભરવા લખનઉ ગયા, અને ત્યાર પછી પોતાની ખુરશી સંભાળવા માટે પહોંચ્યા. મીડિયા સંરક્ષણ પ્રધાનના ટેબલ સુધી પહોંચી જાય તેથી તે પહેલા એક લાલ રિબિન બાંધવામાં આવી હતી, બિલકુલ કોઇ ‘ગુનાની જગ્યા’ના અંદાજમાં.

મન તો કલાકાર હે જી

હવે બાબુલ સુપ્રિયોની શૈલી જુઓ. રાજ્યકક્ષાના શહેરી વિકાસ પ્રધાનપદ સંભાળ્યું અને તરત એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ પણ આપી દીધો. ચેનલની એન્કરે બાબુલ સુપ્રિયોને કોઇ ગીત સંભળાવવાનું કહ્યું. પછી શું થયું. બાબુલ સુપ્રિયોએ જોરદાર રીતે ગાવાનું શરૂ કર્યું. એવું ગાયું કે આસપાસના રૂમમાંથી લોકો બહાર નીકળીને જોવા આવી ગયા કે ભાઇ શું થયું છે.

ખાનગી સંદેશ

ફિલ્મ-ટીવીના નિર્માતા-નિર્દેશક રવિ ચોપડાનું નિધન થયું. ઘણા નેતાઓએ શોક સંદેશા મોકલ્યા. સ્મૃતિ ઇરાનીએ પોતાના શોક સંદેશામાં લખ્યું કે મને તેમની સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. સ્મૃતિ ઇરાની અગાઉ ટીવી કલાકાર રહી ચૂક્યાં છે.

સુરક્ષામાં સુરક્ષા

સુરક્ષામાં સુરક્ષાનોદોર ખતમ થઇ રહ્યો છે. હવેથી પીએમ સંરક્ષણ ક્ષેત્રમાં એસપીજી લઇને જશે નહીં. જ્યાં જવાન પહેલાથી ઉપસ્થિત હોય, પીએમ ત્યાં પોતાના માટે ખતરો હોવાનું માનતા નથી.

ફાઇલ તૈયાર છે

ભૂતપૂર્વ સીબીઆઇ નિર્દેશક અને હાલમાં યુપીએસસીના સભ્ય એ.પી.સિંહના દહાડા ભરાઇ ગયા છે. દહાડા ભરાઇ જવાની ફાઇલ કર્મચારી વિભાગમાં ચાલી રહી છે.

કેવા છે બાબાજી!

એક ચર્ચિત સ્વામી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા. તેમની તબિયત વિશે પૂછનારાઓમાં પીએમનો એક દૂત પણ હતો.
દિલ્હીની પાવર ગેલરીની વધુ કેટલીક વાતો વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.