તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છ મહિના બાદ ભારત-પાક. વચ્ચે સિંધુ વોટર કમિશનની બેઠક આજે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી / ઈસ્લામાબાદ : પરમેનન્ટ ઈન્ડસ કમિશન (PIC)ની બેઠક સોમવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શરૂ થશે. 1960માં ગઠન બાદ કમિશનની આ 113મી બેઠક છે, જે બે દિવસ ચાલશે. બેઠકમાં ભારતનું 10 સભ્યોનું ડેલિગેશન ભાગ લઈ રહ્યું છે, જે રવિવારે પાકિસ્તાન પહોંચી ગયું છે. બેઠકમાં બંને દેશો વચ્ચે 57 વર્ષ અગાઉ થયેલી ઈન્ડસ વોટર ટ્રિટી અંગે ચર્ચા કરવામાં આવશે. ભારત દ્વારા અગાઉથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, સંધિ હેઠળ ભારતને જે અધિકારો મળેલા છે, તેમાં કોઈ સમાધાન કરવામાં નહીં આવે. 
 
એજન્ડા નક્કી નહીં 

- ગત વર્ષે ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ નદી સંધિ મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. 
- PICનો એજન્ડા શેયર કરવામાં નથી આવ્યો. ભારતના દસ સભ્યોના પ્રતિનિધિ મંડળમાં ઈન્ડસ વોટર કમિશ્નર પી.કે. સક્સેના, ફોરેન મિનિસ્ટ્રીના અધિકારીઓ, તથા ટેક્નિકલ એક્સપર્ટ્સ પણ સામેલ છે. 
- છેલ્લે વર્ષ 2015માં PICની બેઠક મળી હતી. ઉરી હુમલા બાદ ઊભા થયેલા તણાવને પગલે સપ્ટેમ્બર 2016ની બેઠકને રદ કરી દેવામાં આવી હતી. 
 
શું કહેવું છે ભારતનું?

- ભારત સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન સાથે વાટાઘાટોના દરવાજા ખુલ્લા છે. IWT હેઠળ ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અંગે પાકિસ્તાનને જો કોઈ શંકાઓ હશે તો તેને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. પરંતુ ભારતના હિતો સાથે સમાધાન કરવામાં નહીં આવે. 
- જો મીટિંગના એજન્ડા અંગે સહમતિ સાધી ન શકાય તો આ મુદ્દાઓને છોડી દેવામાં આવશે? આ અંગે કશું કહેવાનો સૂત્રોએ ઇન્કાર કર્યો હતો. 
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવી બેઠકોમાં ભારત આશા સાથે ભાગ લે છે. અગાઉ પણ એજન્ડા નક્કી કરવામાં વાર લાગી છે. પરંતુ મુદ્દાઓ ઉકેલી લેવામાં આવ્યા હતા. 
 
વિવાદ અંગે વધુ જાણવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો