વારસાનાં કારણે પવાર પરિવારમાં આંતરિક કલહ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 -72 વર્ષીય પવારના વારસા માટે પુત્રી-ભત્રીજા વચ્ચે જંગ -પવારે સ્પષ્ટ અણસાર આપ્યાકેન્દ્ર સરકારના કૃષિપ્રધાન અને એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે મંગળવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. અજીત પવારની નારજગી પાછળ આંતરિક કલહ જવાબદાર છે? મહારાષ્ટ્રનાં રાજકારણ પર ખાસો એવો પ્રભાવ રાખતા આ પરિવારને નજીકથી જાણનારા લોકોનું કહેવું છે કે, અજીત પવાર સિંચાઈ કૌભાંડનું માત્ર બહાનું બનાવી રહ્યાં છે. વાસ્તવમાં તેમનું નિશાન પવાર પરિવારની અંદર ચાલી રહેલું રાજકારણ છે.એવું કહેવાય છે કે, એનસીપીમાં સાંસદ સુપ્રીયા સૂલેનાં વધતાં જતાં કદથી અજીત પવાર નારાજ છે. શરદ પવારની ઉંમર 72 વર્ષની છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છેકે પાર્ટીમાં શરદ પવારની પુત્રી સુપ્રીયા સૂલેની તાકત વધી રહી છે, જેને પચાવવી અજીત પવાર માટે મુશ્કેલ છે.થોડા સમય અગાઉ યશવંત રાવ ચૌહાણનું અધ્યક્ષપદ સુપ્રીયા સૂલેને આપવામાં આવ્યું હતું. જાણકારોનું કહેવું છે કે, આ પ્રતિષ્ઠાનનું અધ્યક્ષ તેમને સોંપવાનો મતલબ છેકે, વહેલામોડાં તેમને પાર્ટીની કમાન વહેલા મોડા સુપ્રીયા સૂલેને સોંપવામાં આવશે. પ્રફુલ્લ પટેલનાં ઘરે મળેલી આ બેઠકમાં અજીત પવાર પણ હાજર હતાં. બધાએ સુપ્રીયા સૂલેને અભિનંદન પાઠવ્યાં હતાં, પરંતુ અજીત પવારે પાઠવ્યાં નહીં. પાર્ટીના નેતાઓ આ વાતનો ઈન્કાર કરી રહ્યાં છે.હાલ સુપ્રિયા સૂલે સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ ખેડી રહ્યાં છે. તેઓ ઠેર-ઠેર ફરીને યુવતી મેલવાના બેનર હેઠળ મહિલા કાર્યકર્તાઓને એક કરી રહ્યાં છે. પાર્ટી કાર્યકર્તાઓને નિર્દેશ અપાયાં છે કે, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવે. દબાયેલાં અવાજમાં અનેક કાર્યકરો કહી રહ્યાં છે, સુપ્રીયાનું રાજકીય કદ વધારવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. રાજકીય વારસા ઉપરાંત કરોડો-અબજો રૂપિયાનાં વેપારને પણ કલહનું કારણ માનવામાં આવે છે. પવાર અનેક ખાંડ મીલોનાં માલિક છએ, ઉપરાંત પણ અન્ય અનેક ધંધા છે.
Related Articles:

કારભાર નહીં સુધરે તો થાણે પાલિકા બરખાસ્ત : પવાર
દેશમાં હવે આઠ ટકા વરસાદની ઘટ: શરદ પવાર
વિરોધ પક્ષે લોકશાહીની વ્યાસપીઠને નકારી છે: પવાર
પાટિલ, ઉત્તમ ગૃહ પ્રધાન : શરદ પવાર
કેન્દ્રીય નાણાં મોદી ઉત્સવોમાં ન ખર્ચાય તેની ચોકસાઈ રખાશે: પવાર