તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેતાઓની પ્રોપર્ટી 500% સુધી વધી, કેન્દ્રએ શું પગલા લીધાઃ સુપ્રીમ કોર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ રાજકારણીઓનીસંપત્તિમાં આવેલા અમર્યાદ વધારા સામે ભરવામાં આવેલા પગલાંઓનો ખુલાસો નહીં કરવાના કેન્દ્ર સરકારના વલણ સામે સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવે છે, તેમાં બાબતને પણ આવરી લેવી જોઇએ. તે માત્ર કચરાને સાફ કરવા પૂરતું નથી. ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક રાજકારણીઓની સંપત્તિમાં બે ચૂંટણીઓ વચ્ચે 500 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.
 
જરૂરી ડેટા રજૂ કરવાનો નિર્દેશ
 
સુપ્રીમ કોર્ટે સાથે સરકારને સંદર્ભમાં જરૂરી ડેટા તેની સમક્ષ રજૂ કરવાના નિર્દેશ પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકાર કહે છે કે તે ચૂંટણી સુધારાના વિરોધમાં નથી, પણ તેણે જરૂરી વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વારા તેની સામે રજૂ કરાયેલું સોગંદનામું પણ અધૂરું છે.
 
સોગંદનામાની વિગતો અપૂરતી
 
ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર અને એસ.અબ્દુલ નઝીરની બેન્ચે કહ્યું હતું કે સીબીડીટીના સોગંદનામામાં અપાયેલી વિગતો પૂરી નથી. બેન્ચે સવાલ કર્યો હતો કે શું ભારત સરકારનું આવું વલણ છેωતમે અત્યાર સુધી શું કર્યું છે.
 
મામલા પરની દલીલો ગુરુવારે પણ ચાલુ રહેશે
 
મામલા પરની દલીલો બુધવારે અધૂરી રહી હતી તે ગુરુવારે પણ ચાલુ રહેશે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે સ્વતંત્ર અને યોગ્ય ચૂંટણી દેશના લોકશાહી માળખાની આંતરિકબાબત છે અને તેઓ સંદર્ભે સુપ્રીમકોર્ટના કોઇ પણ નિર્દેશને આવકારશે.વકીલે જ્યારે પિટિશનર દ્વારા દાખલ પિટિશનમાં કેટલાક રાજકારણીઓ દ્વારા ઉમેદવારીપત્રમાં જાહેર કરેલી સંપત્તિની તુલનામાં કથિત રીતે 500 ટકા જેટલા વધારાના મુદ્દે સીબીડીટીએ દાખલ કરેલા સોગંદનામાનો હવાલો આપ્યો, ત્યારે બેન્ચે કહ્યું હતું કે સોગંદનામામાં અપાયેલી માહિતી અધૂરી છે. સર્વોચ્ચ અદાલતે સાથે કહ્યું હતું કે સરકારે સીલબંધ પરબીડિયામાં તેની સામે માહિતી રજૂ કરી શકે છે. કોર્ટે કહ્યું હતું કે તમે જો ઇચ્છો કે ચોક્કસ માહિતી જાહેર ના કરી શકાય તો, તમે સીલબંધ કવરમાં તેને કોર્ટ સામે રજૂ કરી શકો છો.
 
સરકાર વિગતવાર સોગંદનામું દાખલ કરે
 
કોર્ટે કહ્યું હતું કે સરકાર કહે છે કે તેને કેટલાક સુધારા સામે વાંધો નથી. પણ જરૂરી માહિતી કોર્ટના રેકોર્ડ પર હોવી જોઇએ. તેણે સરકારને નિર્દેશ આપ્યો હતો કે તે 12 સપ્ટેમ્બર સુધીમાં સંદર્ભમાં વિગતવાર સોગંદનામું દાખલ કરે.
 
તપાસની પણ માહિતી આપો
 
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જ્યારે કોર્ટ સામે સોગંદનામું દાખલ કરો, ત્યારે સંદર્ભમાં જો કોઇ તપાસ ચાલતી હોય તે તમામની માહિતી પણ રજૂ કરાવી જોઇએ. તેણે સરકારને કહ્યું હતું કે સારું થશે કે તમે વિગતવાર સોગંદનામું દાખલ કરો.
 
બંને પક્ષોની આવકમાં ઘટાડો
 
2014-15માં ભાજપની આવક 970.43 કરોડ રૂ. હતી. 2015-16માં 41% ઘટીને 570.86 કરોડ થઈ. કોંગ્રેસની આવક 56% ઘટી. 2015-16માં તેની આવક 593.31 કરોડ હતી જે ગત વર્ષે 261.56 કરોડ થઈ.
અન્ય સમાચારો પણ છે...