‘શેઠની શિખામણ ઝાંપા સુધી’, ભાજપમાં ‘રાગ મોદી’ બંધ નથી થતો

political leaders told on modi's subscription for PM
Agency

Agency

Feb 04, 2013, 10:56 PM IST

- પીએમ ઉમેદવાર અંગે નિવેદનો નહીં કરવાની પક્ષ પ્રમુખ રાજનાથની સલાહનો ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ જેવો ઘાટ
- વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ અંગે સંસદીય બોર્ડ જ અંતિમ નિર્ણય કરે છે : રાજનાથ


નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા અંગે ભાજપના નેતાઓ સતત નિવેદનો કરી રહ્યાં છે ત્યારે પક્ષના પ્રમુખ રાજનાથ સિંહે સોમવારે કહ્યું છે કે હવે પછી આ પ્રકારનું નિવેદન કે ચર્ચા થવા ન જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ વિનંતી છેલ્લી વાર કરી રહ્યા છે.

જોકે તેમની આ સ્પષ્ટ વાત પછી પણ સી.પી. ઠાકુર અને શત્રુઘ્ન સિંહા તેમજ મેનકા ગાંધીએ નિવેદનબાજી ચાલુ રાખીને મોદીને વડાપ્રધાનના ઉમેદવાર બનાવવાની તરફેણ કરી પક્ષ પ્રમુખની સૂચનાનો છડેચોક ભંગ કર્યો છે. બીજી તરફ એનડીએના મહત્વના સાથી પક્ષ જેડી(યુ)એ પણ વડાપ્રધાનપદ મુદ્દે ચર્ચા બંધ કરવા કહ્યું છે.

મોદીના સમર્થનમાં કોણે શું કહ્યું? વાંચવા માટે તસવીરો બદલતાં જાવ....

X
political leaders told on modi's subscription for PM
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી