ગાઝિયાબાદ: અહીં ઈંદિરાપુરમ વિસ્તારમાં એક કોન્સ્ટેબલે તેના ઈન્સપેક્ટર અને તમામ વરિષ્ઠ અધિકારીઓ સામે શોષણનો આરોપ લગાવ્યો છે. વીડિયો વાયરલ થયા પછી અન્ય અધિકારીઓમાં પણ હોબાળો થઈ ગયો છે. આ ઘટનામાં તપાસનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જ્યારે ટ્વિટર પર યુપી પોલીસે આઈજી મેરઠ ઝોનને ટેગ કરીને ગાઝિયાબાદ પોલીસ પાસે આ વિશે માહિતી મેળવીને રિપોર્ટ આપવા કહ્યું છે.
70 વર્ષે પણ જીવી રહ્યા છીએ ગુલામ જેવુ જીવન
- વૈશાલી ચોકી પર તહેનાત કોન્સ્ટેબલ વિજય ચૌધરીએ વાયરલ વીડિયોમાં કહ્યું છે કે, છેલ્લા 70 વર્ષની આઝાદી પછી પણ આજે અમે ગુલામો જેવુ જીવન જીવી રહ્યા છીએ. છેલ્લા અઢી મહિનાથી મે મારી પત્ની અને બાળકોને નથી જોયા.
- પરિવારમાં માતા-પિતા પણ બીમાર છે. 1 ડિસેમ્બરે મારી એનીવર્સરી હતી પરંતુ મતગણતરીની ડ્યૂટી હોવાના કારણે હું ત્યાં ન જઈ શક્યો. મારી લેપર્ડ પર નાઈટ શિફ્ટ ચાલી રહી છે.
- ડ્યૂટી પરૂરી થયા પછી કાલે 3 કલાક રાહ જોયા પછી ઈન્સપેક્ટર સાહેબને મળ્યો. હું રજાનો પ્રસ્તાવ લઈને ગયો હતો. તો તેમણે કહ્યું કે, 5 દિવસની નહીં 3 દિવસની રજા આપીશ.
ઈન્સપેક્ટરે લગાવ્યા આરોપ
- ઈન્સપેક્ટરે પણ રજા ન આપી હોવાથી એસએચઓએ પણ ઉંધો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, તું અઢી મહિનાથી ઘરે નથી ગયો તો તે તો લૂંટ મચાવી દીધી છે. ઉઘરાણી કરે છે, લાંચ લે છે. જો લાંચ ન લેતો હોત તો ઘરે જઈ શકત.
- હકીકત તો એ છે કે આ લોકો રજા જ નથી આપતા. પોલીસ સ્ટેશન ઈનચાર્જ એસએસઆઈને પણ રજા નથી લેવા દેતા. તેમને પણ કહેવામાં આવે છે કે રજાઓ માત્ર હું જ આપીશ.
રજા લખીને ઈન્સપેક્ટરે ન કરી સહી
- વીડિયોમાં પ્રાર્થનાપત્ર બતાવીને સિપાહીએ એસએચઓની સહી ન હોવાની વાત પણ કહી હતી. સિપાહીએ કહ્યું કે, 4 કલાક રાહ જોયા પછી પણ ઈન્સપેક્ટર સાહેબે સહી ન કરીને સીઓ પાસે જવાનુ કહ્યું હતું.
- આ મામલે કોન્સ્ટેબલના આરોપમાં ઈંદિરાપુરમ એસએચઓ સુશીલ કુમાર દુબેએ કહ્યું, કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં ખૂબ ખરાબ રીતે વર્તન કર્યું હતું અને મને પોલીસ સ્ટેશનમાંથી હટાવવાની ધમકી આપી હતી. તેનો લેખિત રિપોર્ટ તુરંત એસએસપીને લેખિતમાં મોકલી દેવામાં આવ્યો છે.
આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.