• Gujarati News
  • Rampal Is Facing Human Sacrifice Allegation Also, Court Has Opened File

રામપાલ પર નરબલિ માટે હત્યાનો પણ આરોપ, કોર્ટે ખોલાવી ફાઇલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપરડા (જોધપુર)/હિસ્સારઃ સંત રામપાલ પર જોધપુરના કાપરડાના યુવક જગદીશરામ ખારવાલનું અપહરણ કરીને નરબલિ આપવાની ઘટના સામે આવી છે. જૂન 2013માં પોલીસે આ ઘટના સંબંધિત એફઆર નોંધી હતી. મૃતકના દીકરાની અપીલ પર બિલાડા કોર્ટે એફઆરને રદ કરતા જોધપુર ડીએસપીને ઘટનાની તપાસ કરીને ફરીથી અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ માટે અદાલતે બે મહિનાનો સમય આપ્યો છે.
મહેન્દ્ર ખારવાલે અહેવાલમાં ગામના મહેશ મેવાડા, તેની મા જશોદા ઉર્ફ સોનકી પર પોતાના પિતા જગદીશરામનું અપહરણ કરીને સતલોક આશ્રમમાં લાવવાનો આરોપ મુક્યો છે. સાથે જ સંત રામપાલની સાથે મળીને સંતાન પ્રાપ્તિ માટે નરબલિના હેતુથી પિતા જગદીશની હત્યા કરવાનો આરોપ મુક્યો હતો. અહેવાલના અનુસાર મહેન્દ્ર 10 જૂન 2013ના રોજ બરવાલા પોલીસની સાથે સતલોક આશ્રમ પહોંચી તો ત્યાં એક કોટડીમાં તેના પિતાનું અંગો કાપી નાખેલું શબ મળ્યું હતું. શબના હાથ અને પગ બાંધેલા હતા. કાનપટ્ટીસ માથું અને બન્ને હાથ, ખભા અને ગર્દન પર ધારદાર હથિયારો દ્વારા કરવામાં આવેલા અનેક વારા નિશાન મળી આવ્યા હતા.