તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારના દબાણમાં પોલીસ હાર્દિકને ન ડરાવે : ગુર્જર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉદયપુર: પટેલ નવનિર્માણ સેનાના પ્રદેશ અધ્યક્ષ તેમજ ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના પ્રદેશ પ્રવક્તા હિંમતસિંહ ગુર્જરનું કહેવું છે કે હાર્દિક પટેલ અંગે પોલીસ આટલી કડકાઈ સરકારના દબાણને કારણે બતાવી રહી છે. તેના કારણે જો ઉદયપુર અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડશે તો સરકાર અને વહીવટીતંત્ર જવાબદાર ગણાશે. બીજી તરફ પોલીસે ગુરુવારે ધાઉજી કી વાડી ખાતે આવેલા હાર્દિકના હંગામી નિવાસસ્થાને પહેરો વધારે કડક બનાવી દીધો છે.ગુર્જરે જણાવ્યું હતું કે આઈજી અને એસપીએ હાર્દિકને નાથદ્વારાથી બોલાવીને ઘરમાં જ રહેવાની સૂચના આપી છે તે ખોટું છે. ગુજરાત હાઇકોર્ટે આવો કોઈ આદેશ નથી આપ્યો.
આ કારણોસર સમર્થકોમાં રોષ

હાર્દિક પટેલને બુધવારે ગુજરાત હાઇકોર્ટના આદેશને ટાંકીને મંજૂરી વિના ઘરની બહાર નહીં નીકળવા જણાવી દેવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ મંગળવારે પોતાના જન્મદિન નિમિત્તે નાથદ્વારા ગયો હતો. આવી વિરોધાભાસી સ્થિતિને કારણે હવે હાર્દિકના સમર્થકોની સક્રિયતા વધવાની સાથે તેમનો ગુસ્સો પણ વધવા લાગ્યો છે.

હાર્દિકે વકીલને સ્થિતિ જણાવી

હાર્દિકે એવો તર્ક આપ્યો છે કે હાઈકોર્ટે માત્ર 6 મહિના સુધી ગુજરાતની હદમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. તે આખા ભારતમાં ગમે ત્યાં ફરી શકે છે. આ દરમિયાન હાર્દિકે તેના વકીલને અહીંની સ્થિતિ જણાવી અને હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું હતું. ગુરુવારે પોલીસ પહેરો હોવા છતાં કેટલાક કાર્યકરો સાથે તેણે મુલાકાત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો