• Gujarati News
  • Students Were Protesting Against Cancellation Of Student Union Elections

રાજસ્થાન યુનિ.માં ખૂની ખેલ, પુરૂષ કોનસ્ટેબલ્સે છોકરીઓને ઢસડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની જ્યોતિ મીણાનો આરોપ છે કે, પોલીસ કર્મચારીએ સીધી જ તેના માથા પર લાકડી મારી હતી. જ્યારે જ્યોતિના બહેનપણી વિમલાનો આરોપ છે કે, મહિલા પોલીસ હોવા છતાં પુરૂષ પોલીસ કર્મચારીઓએ કાર્યવાહી કરી હતી.)
*છાત્ર સંઘની ચૂંટણીઓ રદ્દ થતા વિદ્યાર્થીઓનો હોબાળો
*પોલીસે કરી કાર્યવાહી
જયપુર: રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ રદ્દ થવાના વિરોધમાં શુક્રવારે વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યા હતા. દરમિયાન વિદ્યાર્થીઓએ તેમની ઉપર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ અઢી કલાક સુધી વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો તેમણે પોલીસ કમિશ્નર સામે પણ કાર્યવાહીની માંગ કરી હતી. હવે શનિવારે બંને વિદ્યાર્થી સંગઠનો દ્વારા સમગ્ર રાજસ્થાનમાં દેખાવો યોજવામાં આવશે.
વિદ્યાર્થીઓને દૂર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. પ્રદર્શનમાં નેશનલ સ્ટુડ્ન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ), અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી, ભાજપની વિદ્યાર્થી પાંખ) રાજસ્થાન હાઈકોર્ટે ગુરૂવારે લિંગદોહ પંચની ભલામણો નહીં લાગૂ કરવાના કારણે તથા ગેરરીતિઓને કારણે ચૂંટણીઓ રદ્દ કરી દીધી હતી. લગભગ અઢી કલાક સુધી જેએલએન માર્ગ પર અવરોધ પેદા થયો હતો.
સવાલો
*ચૂંટણી રદ્દ હોવાના પગલે હોબાળો થશે તેવી આશંકા હતી તો ગુપ્તચર તંત્રને એ વાતની બાતમી કેમ ન મળી કે મોટી સંખ્યામાં વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ પ્રદર્શન માટે એકઠા થશે.
*મહિલા દેખાવકારોને પકડવા માટે મહિલા પોલીસ ફોર્સને સામાન્ય રીતે તહેનાત કરવામાં આવે છે. ત્યારે પોલીસ પુરૂષ કોનસ્ટેબલ્સે શા માટે વિદ્યાર્થીનીઓ સામે કાર્યવાહી કરી ?
નવ પ્રદર્શનકારીઓની ધરપકડ
દેખાવોમાં મહિલા છાત્રાઓનાં કપડાં પણ ફાટ્યાં હતાં તથા ઘાયલ પણ થઈ હતી. પ્રદ્રશન દરમિયાન પોલીસ કર્મીઓએ તેના વાળ પકડીને તેને ઢસડી હતી. વિમલા તથા અન્ય નવ વિદ્યાર્થીનોને ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાઈ છે. લગભગ પંદર વર્ષ બાદ એવું થયું છેકે, યુનિવર્સિટીની ચૂંટણીઓને મામલે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હોય. આ પહેલા પાંચ પ્રદર્શનકારીઓએ જાત પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
લિવ-ટુ અપીલ કરી શકે છે વિદ્યાર્થીઓ
એડવોકેટ સુનિલ કુમાર શર્માના કહેવા પ્રમાણે, વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ રદ્દ થતા ઉમેદવારો પર અસર પડી છે. આ મામલે કોઈ પક્ષકાર ન હતું. છતાં ઉમેદવારોની વિરૂદ્ધ ચુકાદો આવ્યો છે. ત્યારે પ્રભાવિત વ્યક્તિ હાઈકોર્ટની બેન્ચ સમક્ષ લિવ-ટુ અપીલ દાખલ કરી શકે છે અને તેમને પણ સાંભળવામાં આવે, તેવો આગ્રહ કરી શકે છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ પોલીસ તથા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણ.