તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદીના સોશિયલ મીડિયા અકાઉન્ટ મેઇન્ટેઇનન્સ પર કોઇ ખર્ચ નહી: PMOનો જવાબ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO) એ એક આરટીઆઇના જવાબમાં કહ્યું છે કે નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા અકાઉન્ટના મેઇન્ટેનન્સ પર કોઇ ખર્ચ કરવામાં નથી આવતો. આ આરટીઆઇ ‘આપ’ લીડર અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ દાખલ કરી હતી.
 
શું છે મામલો
 
- સિસોદિયાની આરટીઆઇના જવાબમાં પીએમઓએ કહ્યું છે કે પીએમના સોશિયલ મીડિયા અકાઉન્ટને મેઇન્ટેઇન કરવા માટે મે 2014 થી અત્યાર સુધી એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી.
- પીએમઓએ કહ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટરના ઑફિશિયલ એપ ‘પીએમઓ ઇન્ડિયા’ને માયગૉવ કોન્ટેસ્ટમાં હિસ્સો લેનારા પાર્ટિસિપન્ટ્સે જ ડેવલપ કરી હતી. એટલે તેના પર ઇનામની કિંમત સિવાય કોઇપણ પ્રકારનો ખર્ચ કરવામાં આવ્યો નથી.
- આ એપને પીએમઓ જ મેઇન્ટેઇન કરે છે. પીએમની વેબસાઇટ www.pmindia.gov.in પીએમઓએ જ ડેવલપ કરી છે અને તેને તેઓ જ મેઇન્ટેઇન કરે છે.
 
બાકીના અકાઉન્ટ્સ પણ પીએમઓથી જ મેઇન્ટેઇન
 
- પીએમઓએ આરટીઆઇના જવાબમાં કહ્યું, સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ પર પીએમની ઉપસ્થિતિ પણ પીએમઓ જ સંભાળે છે અને તેના પણ અલગથી કોઇ ખર્ચ કરવામાં નથી આવતો.
- એક ખાસ વાત જે આરટીઆઇના જવાબમાં કહેવામાં આવી છે તે એ છે કે પીએમઓ સોશિયલ મીડિયા પર કોઇપણ પ્રકારનો અન્ય કોઇ કેમ્પેઇન નથી ચલાવતી.
- ઉલ્લેખનીય છે કે સિસોદિયાએ આરટીઆઇમાં પૂછ્યું હતું કે મોદીના પીએમ બન્યા પછી સોશિયલ મીડિયા પર દર વર્ષે કેટલો ખર્ચ કરવામાં આવ્યો.   
- તેના જવાબમાં પીએમઓએ કહ્યું- ફેસબુક, ટ્વિટર, યુટ્યૂબ, ગૂગલ કે જીમેઇલ પર કોઇપણ સોશિયલ મીડિયા કેમ્પેઇન પીએમઓ તરફથી નથી ચલાવવામાં આવતું. હા, તેમનું અકાઉન્ટ ચોક્કસપણે પીએમઓથી મેઇન્ટેઇન કરવામાં આવે છે.
- તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે ક પીએમઓ ઇન્ડિયા એપ ગૂગલ પ્લેસ્ટોર પર અવેલેબલ છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો