તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ગોરખપુરમાં મોદી: ફર્ટિલાઈઝર કારખાનું અને AIIMSનું કરશે ખાત્ મુહુર્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોરખપુર: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં આજે વડાપ્રધાન મોદી પૂર્વાંચલને બે મોટી ભેટ આપી છે. આ વિસ્તારમાં લોકોને તેમના ઈલાજ માટે ખૂબ તકલીફ વેઠવી પડે છે. તેને ધ્યાનમાં રાખીને આજે વડાપ્રધાન મોદી ગોરખપુરમાં એમ્સ હોસ્પિટલ અને એક દશકાથી બંધ પડેલી ફર્ટિલાઈઝર ફેકટરીનું ખાત મુહૂર્ત કર્યું છે. આ દરમિયાન અહીં પીમ મોદીએ સભા સંબોધીને યુપીના સીએમ પદના ઉમેદવાર બની શકે તેના યોગી આદિત્યનાથને પ્રમોટ પણ કર્યા હતા.
મોદીએ કહ્યું તમારા વિકાસથી જ દેશનો વિકાસ છે
- PM મોદીએ ભોજપુરી ભાષામાં ભાષણની કરી શરૂઆત.
- યુપીથી જીતાડીને તમે ન મોકલ્યો હોત તો આજે 26 વર્ષ પછી પણ અહીં એમ્સ અને ફર્ટિલાઈઝ કારખાનાનું ખાત મુહૂર્ત ન થયું હોત.
- તમે મને જીતાડ્યો એટલે જ કેન્દ્ર સરકાર તમારા માટે કામ કરી રહી છે.
- ભારતમાં જે મજબૂત સરકાર બની છે તે માટે હું તમારો આભાર માનુ છું.
- પૂર્વ ઉત્તર પ્રદેશના સાંસદ જાગ્રત અને સક્રિય છે. તેમને પણ તમે જ પસંદ કર્યા છે.
- આ લોકો તમારા કામ માટે મારી સાથે પણ ઝઘડો કરી લે છે.
- તમને જે બધી સુવિધાઓ મળી છે તેની ક્રેડિટ યોગી આદિત્યનાથથી લઈને તમામ બીજેપી કાર્યકરોને મળે છે.
- વિકાસ માટે રથના બંને પૈડા સાથે ચાલે તે ખૂબ જરૂરી છે.
- આ વિકાસના રથનું એક પૈડુ પશ્ચિમ ભારત અને બીજુ પૈડું પૂર્વ ભારતનું છે.
- પૂર્વ ભારતને આગળ વધારવા માટે ક્રાંતિકારી રીતે આગળ વધવુ પડશે.
- ભારતમાં સેકન્ડ ગ્રીન રિવોલ્યુશન પૂર્વ ભારતથી જ થશે.
- અમે દેશમાં બંધ પડેલા કારખાના ચાલુ કરીશું.
- આ કારખાનાઓ પૂર્વ ભારતમાં જ આવેલા છે. તેમાં સિંદરી, બરૌની, ગોરખપુર અને અન્ય સામેલ છે.
- ગત સરકાર વિદેશથી ફર્ટિલાઈઝર મંગાવતી હતી, આવનારા સમયમાં યૂરિયાની ફેક્ટ્રી સ્થાપીશું જેથી વિદેશથી યૂરિયા ન મંગાવવુ પડે.
- ખેડૂતને તેની મહેનતનો લાભ મળવો જોઈએ. 30 વર્ષમાં ભાવ ઘટતા તમે સાંભળ્યા છે.
- અમારી સરકારની નીતિઓ અને ભ્રષ્ટાચારના ઘટાડાને કારણે 50 કિલોએ 125 રૂપિયા ઓછા આપવા પડશે.
- આઝાદી બાદ પાક વીમા યોજના આવી જેને કારણે ખેડૂતોને ફાયદો થયો.
- શેરડીની ખેતી કરતા ખેડૂતો પર હજારો કરોડનું દેવું હતું આજે તે માત્ર 175 કરોડ રહી ગયું છે.
- 93 ટકા દેવુ ભરપાઈ થઈ ગયું છે. ખાંડના ભાવનો સીધો લાભ ખેડૂતોને મળે છે.
- ગોરખપુરના બધા ઘરોનો એલપીજી ગેસ પાઈપલાઈનથી જોડાશે.
- એમ્સનું શિલાન્યાસ કર્યું, જેમાં 700 બેડ હશે.
- ભારતમાં એમ્સને એક માનદંડ માનવામાં આવે છે. 1000 કરોડથી વધુનો ખર્ચ થશે.
- ઈસેફ્લાઈટિસથી ઘણા બાળકો દિવ્યાંગ થયા, બાળકોને મરવા નહીં દેવાય.
- અહીં એમ્સના ડોક્ટર મગજના તાવ અને અહીંની બિમારીઓથી મુક્તિ અપાવવા મદદરૂપ થશે.
- આરોગ્ય ક્ષેત્રે યુપી માટે ભારત સરકારે 7000 કરોડનું બેજટ ફાળવ્યું છે.
- જેમ કામ થશે તેમ પૈસા મળશે, યુપી સરકાર પૈસા નથી મેળવી શકી કારણ કે કામ જ નથી થયું.
- નવી વિમાન નીતિથી અહીં એરપોર્ટ બનશે. સારા માર્ગો બનષે જેથી વિદેશીઓને પણ આકર્ષિત કરી શકાય.
- 15 ઓગસ્ટના દેશની આઝાદીના 70મું વર્ષ ઉજવીશું.
- મે 1000 દિવસોમાં 18,500 ગામમાં વિજળી પહોંચાવવાનું વચન આપ્યું હતું. 340 દિવસમાં 9033 ગામોમાં વિજળી પહોંચી ગઈ છે.
ગોરખનાથ મંદિર પીએમ મોદીએ મહંત અવેધનાથની મૂર્તિનું કર્યું અનાવરણ, સંતોને સંબોધ્યા
- આ સિવાય પીએમ મોદી ગોરખનાથ સંપ્રદાયના સૌથી મોટા મઠ ગોરખનાથ મંદિરે દર્શન કર્યા હતા અને અહીં તેમણે બ્રહ્મલીન મહંત અવેધનાથની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
- આપણાં દેશે દરેક પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન કર્યું છે.
- જરૂર પડે આપણે સામાજિક, ધાર્મિક અને વિજ્ઞાનને મહત્વ આપીએ છીએ.
- આજે મે ઘણાં એવા સંતોને જોયા છે જે સ્વચ્છતા માટે કામ કરે છે, ટોયલેટ બનાવવાનું અભિયાન ચલાવે છે, નેત્રમણી કેમ્પ ચલાવાને ગરીબોનું ઓછા ભાવે નેત્રમણીનું ઓપરેશન કરાવે છે.
- મહંત અવેધનાથ હંમેશા લોકોના સુખ-દુખની વાત કરતા હતા અને હંમેશા લોકોના ભલાઈના કામમાં જોડાયેલા રહેતા હતા.
- આજે મને તેમની મૂર્તિનું અનાવરણ કરવાનો મોકો મળ્યો અને તેમને પુષ્પાંજલિ આપવાનો મોકો મળ્યો તે માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનુ છું.
શું છે મોદીની ગોરખનાથ મુલાકાતનો સાચો અર્થ

- પીએમ મોદીની ગોરખનાથ મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
- યુપીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે યોગી આદિત્યનાથની દાવેદારી કોઈનાથી છુપાયેલી નથી.
- આ દરમિયાન કાનપુરના ભિઠુરમાં આરએસએસની બેઠકમાં યોગી આદિત્યનાથ માટે લોબિંગની વાત પણ સામે આવી છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો