તિરંગો લહેરાવામાં 8 વડાપ્રધાનથી આગળ મોદી, સૌથી લાંબુ ભાષણ પણ આપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: આજે દેશ 71મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. આ દિવસે નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ચોથી વખત ભાષણ આપ્યું છે અને તિરંગો લહેરાવ્યો છે. મોદી અહીં તિરંગો લહેરાવાની બાબતે દેશના 8 વડાપ્રધાન કરતા આગળ રહ્યા છે જ્યારે 6 વડાપ્રધાન કરતા પાછળ રહ્યા છે. લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત પંડિત જવાહરલાલ નહેરુએ તિરંગો લહેરાવ્યો છે. જ્યારે મોદી લાલ કિલ્લા પરથી અત્યાર સુઘીની સૌથી લાંબી સ્પીચ આપી ચૂક્યા છે. તેમણે પંડિત જવાહરલાલ નહેરુંની 1947માં આપેલા 72 મીનિટના ભાષણનો રેકોર્ડ 2015માં તોડ્યો હતો. 2015માં મોદીએ લાલ કિલ્લા પરથી 86 મીનિટ સુધી ભાષણ આપ્યું હતું.ત્યારપછી મોદીએ 2016માં 94 મીનિટ ભાષણ આપીને તેનો જ રેકોર્ડ તોડ્યો હતો. જોકે આ વખતે 30 જુલાઈએ તેમણે મનકી બાતમાં કહ્યું હતું કે તેઓ ભાષણ ટૂંકાવાનો પ્રયત્ન કરશે.
તિરંગો લહેરાવામાં 7 વડાપ્રધાન કરતા આગળ છે મોદી...
 
- નરેન્દ્ર મોદીએ 26 મે 2014માં વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. અત્યાર સુધીમાં ત્રણ વાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરી ચૂક્યા છે. આ પહેલાં 13 વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ભાષણ આરપ્યા છે.
 
આ 8 વડાપ્રધાનથી આગળ છે મોદી
 
વડાપ્રધાન
કેટલી વાર તિરંગો લહેરાવ્યો
કાર્યકાળ
ગુલજારી લાલ નંદા
0
27 મે 1964-9  જૂન 1964
2
9 જૂન 1964- 11 જૂન 1966
2
24 માર્ચ 1977- 28 જુલાઈ 1979
1
28 જુલાઈ 1979- 14 જૂન 1980
વી.પી. સિંહ
1
2 ડિસેમ્બર 1989- 10 નવે. 1990
0
10 નવે. 1990- 21 જૂન 1991
એચ.ડી દેવગૌડા
1
1 જૂન 1996- 21 એપ્રિલ 1997
ઈન્દ્ર કુમાર ગુજરાલ
1
21 એપ્રિલ 1997- 19 માર્ચ 1998
 
 
આ 6 વડાપ્રધાન કરતા પાછળ છે મોદી
 
વડાપ્રધાન
કેટલીવાર તિરંગો લહેરાવ્યો
કાર્યકાળ
જવાહર લાલ નહેરુ
17
1947-1964
ઈન્દિરાગાંધી
16
1966-1977, 1980-1984
મનમોહન સિંહ
10
2004-2014
6
1998-2004
5
1984-1989
પી.વી. નરસિમ્હા રાવ
5
1991-1996
 
 
બે પીએમએ તેમના કાર્યકાળ દરમિયાન એક પણ વાર તિરંગો નહતો ફરકાવ્યો

- પહેલા- ગુલઝારી લાલ નંદા નેહરુના નિધન પછી 27 મે 1964માં વડાપ્રધાન બન્યા હતા પરંતુ તે વર્ષે 15 ઓગસ્ટ આવતા પહેલા જ તેમણે 9 જૂન 1964માં પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. નંદા 11થી 24 જાન્યુઆરી 1966 દરમિયાન વડાપ્રધાન પદ ઉપર રહ્યા હતા.
- બીજા- આ પ્રમાણે ચંદ્રશેખર 10 નવેમ્બર 1990ના રોજ વડાપ્રધાન બન્યા હતા. પરંતુ 1991ના સ્વતંત્રતા દિવસ પહેલા જ તેઓ 21 જૂનના રોજ પદ પરથી હટાવવામાં આવ્યા હતા.  
મોદીના નામે સૌથી લંબી સ્પીચ દેવાનો રેકોર્ડ

- મોદી 2014થી અત્યાર સુધી 3 વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરી ચૂક્યા છે. 2014માં તેમણે 65 મીનિટની સ્પીચ આપી હતી. ત્યારપછી 2015માં 86 મીનિટ અને 10 સેકન્ડની સ્પીચ આપીને પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો હતો. નહેરુએ 1947માં 72 મીનિટ ભાષણ આપ્યું હતું. મોદીએ આ સ્પીચ 7.34 શરૂ કરીને 9.08 મીનિટને પુરી કરી હતી. ત્યારપછી 2016માં મોદીએ 95 મીનિટની સ્પીચ આપી હતી.
- અટલ બિહારી વાજપેયીજીએ લાલ કિલ્લા પરથી છ વખત સ્પીચ આપી હતી. તેમણે વર્ષ 2002માં 25 મીનિટ અને વર્ષ 2003માં 30 મીનિટની સ્પીચ આપી હતી. તેમની સૌથી લાંબી સ્પીચ 30 મીનિટની રહી હતી. મનમોહન સિંહે અત્યાર સુધી લાલ કિલ્લા પરથી 10 વખત સ્પીચ આપી છે. તેમનું સૌથી નાનું ભાષણ 31 મીનિટનું હતું જ્યારે સૌથી લાંબી સ્પીચ 50 મીનિટની હતી.
અટલ બિહારી વાજપેયી
 
વર્ષ
કેટલા સમયનું ભાષણ
2002
25 મીનિટ
2003
30 મીનિટ
 
 
મનમોહન સિંહ
 
વર્ષ
કેટલા સમયનું ભાષણ
2004
45 મીનિટ
2005
50 મીનિટ
2006
50 મીનિટ
2007
40 મીનિટ
2008
45 મીનિટ
2009
45 મીનિટ
2010
35 મીનિટ
2011
40 મીનિટ
2012
31 મીનિટ
2013
35 મીનિટ
 
નરેન્દ્ર મોદી
 
વર્ષ
કેટલા સમયનું ભાષણ
2014
64 મીનિટ
2015
86 મીનિટ
2016
94 મીનિટ
 
 
 
 
અન્ય સમાચારો પણ છે...