• Gujarati News
  • PM Narendra Modi ‘lessons’ Make It To CBSE Texts

CBSEના કોર્ષમાં હવે મોદીની વાહવાહી થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીગંગાનગરઃ સીબીએસઈના અભ્યાસક્રમમાં હવેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કામોની વાહવાહી કરવામાં આવી રહી છે. બોર્ડે 2015માં યોજાનારી મુખ્ય પરીક્ષાઓ માટે 9 અને 11મા ધોરણનું ઓનલાઇન ટેક્સ્ટબુક મટીરિયલ (ઓબીટીએ) જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમાં મોદીના કાર્યકાળમાં અત્યાર સુધી જાહેર કરવામાં આવેલી બે મોટી યોજનાઓ વિશેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. મોદીના સ્વચ્છતા અભિયાન તેમજ મંગળયાન ઉપર વિશેષરૂપે પ્રકરણો તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાંથી બાળકોને પ્રશ્ન પૂછવામાં આવશે.
આના માટે સીબીએસઈએ સ્ટડી મટીરિયલનો નમૂનો પણ જાહેર કર્યો છે. જેમાં અંગ્રેજી, સમાજવિજ્ઞાન, હિન્દી, ગણિત, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ભૂગોળનો સમાવેશ થાય છે. સ્વચ્છ ભારત અને મંગળયાન વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી અપાઈ છે. તેમાં વડાપ્રધાનના ભાષણનો પણ અનેક વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળકોને જે પાઠ્યપુસ્તક આપવામાં આવશે તેમાં વડાપ્રધાનનો ફોટો પણ આપવામાં આવ્યો હશે.
OBTA એટલે શું?
સીબીએસઈની ધોરણ 9 અને 11ની મુખ્ય પરીક્ષામાં ઓબીટીએ સિસ્ટમ લાગુ પાડવામાં આવે છે. તેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન સ્ટડી મટીરિયલ આપવામાં આવે છે. પ્રશ્નપત્રમાં જે સવાલ પૂછવામાં આવ્યા હોય છે તેનો જવાબ વિદ્યાર્થીઓએ તે જ પુસ્તિકામાંથી શોધીને લખવાનો હોય છે. સમેટિવ એસેસમેન્ટમાં તેને સામેલ કરવામાં આવે છે. ઓબીટીએમાં કુલ 10 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં 2-2 ગુણના પાંચ પ્રશ્નો હોય છે.