તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PM મોદી હિન્દુઓમાં ભાગલા પાડે છે : તોગડિયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગોરક્ષકોની ટીકા કરવામાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા શનિવારે તેમના ઉપર અકળાઈ ઉઠ્યા હતા અને તેમણે મોદી ઉપર એવો આરોપ મૂક્યો હતો કે તેઓ હિન્દુઓના ભાગલા પાડવાનું કામ કરી રહ્યાં છે. અત્રે પત્રકાર પરિષદને સંબોધતાં તોગડિયાએ મોદીને છ મુદ્દાનો કાર્યક્રમ આપ્યો હતો. અને તેમની સલાહો પાછી ખેંચવા માટેની માગણી કરી હતી. તેમણે મોદી પાસેથી હકીકતો માગી હતી અને આંકડાઓ માગ્યા હતા કે કેટલી ગાયોનાં મૃત્યુ પ્લાસ્ટિક ખાવાને કારણે થયાં છે ઉલ્લેખનીય છે કે મોદીએ ગત સપ્તાહે પોતાનાં ટાઉન હોલ કાર્યક્રમમાં ગાયોનાં મૃત્યુ પ્લાસ્ટિક ખાવાને કારણે થતાં હોવાનું નિવેદન આપ્યું હતું.
ગોમાંસની નિકાસમાં 44 ટકાનો વધારો થયો
તોગડિયાએ એવો દાવો કર્યો હતો કે એનડીએ સરકારે સત્તા સંભાળી ત્યારથી છેલ્લાં બે વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગોવંશની હત્યા બંધ કરાવી હોવા છતાં પણ ગોમાંસની નિકાસમાં 44 ટકાનો વધારો થયો છે. ડોઝિયર કાશ્મીરનાં ત્રાસવાદીઓ અને એવા મુસલમાનો સામે બનાવવું જોઇએ કે જેઓ ગાયને મારે છે. ગૌરક્ષકો સામે નહીં. તેમણે જણાવ્યું હતું કે અમને એવી અપેક્ષા હતી કે ગોવધ અટકાવાશે. પરંતુ મોદીનાં નિવેદન બાદ અમે કોઈને મોં બતાવવાને લાયક નથી રહ્યા. મને સતત ગાળો ભાંડતા ફોન આવી રહ્યા છે કે મોદીએ આવી ટિપ્પણી શા માટે કરી. તેમણે મોદી ઉપર આરોપ મૂક્યો હતો કે તેઓ હિન્દુઓમાં ભાગલા પડાવી રહ્યા છે. તમે અમને શરમમાં મૂક્યા છે. તેમણે ગાયને દલિતો સાથે સાંકળી છે અને તેમનાં નિવેદન ઉપરથી એવું લાગે છે કે તેમણે ગાયની કતલ કરનારાઓને ક્લિન ચિટ આપી છે. હું હિન્દુઓને કાયદો પોતાનાં હાથમાં લેવા માટે નથી જણાવતો પરંતુ હું વડાપ્રધાનને આ અંગે કડક કાયદો બનાવવા માટેનું સૂચન કરું છું કે જેથી ગોવધ અટકાવી શકાય.વડાપ્રધાને પોતાના ટાઉન હોલ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું ગૌરક્ષકો સામે ભારે નારાજ છું કે જેઓ રાતે ગોરખધંધા કરે છે અને સવારે ગૌરક્ષક બની જાય છે. હું ઇચ્છું છું કે રાજ્યોએ આવા લોકો સામે કડક પગલાં લેવાં જોઇએ.
હિન્દુવાદી સંગઠનોનો પણ વિરોધ

આરએસએસ સાથે જોડાયેલી અન્ય એક સંસ્થા હિન્દુ મહાસભાએ પણ જણાવ્યું હતું કે મોદી કોંગ્રેસની કાર્બન કોપી બની રહ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશનાં વિશ્વ હિન્દુ પરિષદના વાઇસ પ્રેસિડેન્ટ સુનિલ પરાશરે પણ જણાવ્યું હતું કે જે લોકોએ ગાયની રક્ષા માટે પોતાનાં આખાં જીવનનું બલિદાન આપ્યું છે તેમના માટે મોદીનું નિવેદન અપમાનજનક છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો