કટોકટી કાળી રાત અને લોકતંત્ર પર જોરદાર ફટકા સમાન હતી : મોદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લગભગ ચાર દશક અગાઉ લાગુ કરાયેલી કટોકટીને યાદ કરતા કહ્યું એ કાળી રાત લોકતાંત્રિક વ્યવસ્થા પર એક મોટા ફટકા સમાન હતી. રેડિયો કાર્યક્રમ મન કી બાતની 33 મી આવૃતિમાં મોદીએ કહ્યું કે 42 વર્ષ પહેલાની એ રાત કોઈપણ લોકતંત્ર પ્રેમી અને ભારતવાસી ભુલાવી ન શકે. દેશને જેલખાનામાં બદલી દેવાયું હતું. વિરોધી સ્વર દબાવી દેવાયા હતા. ન્યાય વ્યવસ્થા પણ કટોકટીની ભયાવહ પડછાયાથી બચી શકી ન હતી. મોદીએ કહ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થા એક સંસ્કાર છે. લોકતંત્રને ઈજા પહોંચાડતી વાત યાદ રાખવી જરૂરી છે. યુવા અને લોકતંત્ર પ્રેમી તેના સંરક્ષણ માટે હંમેશા સજાગ રહે. મોદીએ કટોકટી પર અટલ બિહારી વાજપેયી દ્વારા લખેલી એક કવિતા પણ સંભળાવી હતી.
 
સરકારને સામાન વેચવા કે સપ્લાય માટે ઈ-જીઈએમની મુલાકાત લો

મોદીએ કહ્યું કે સરકારને સામાનની સપ્લાય કરવા અને વેચવાની નવી વ્યવસ્થા ઈ-જીઈએમ(ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ) થી પારદર્શકતા આવી છે અને વચેટીયા સમાપ્ત થઈ ગયા છે. તેમણે કહ્યું કે આ વ્યવસ્થા હેઠળ જો કોઈ વ્યક્તિ સરકારને કોઈ વસ્તુની સપ્લાય કે વેચવા માગતો હોય તો તેમાં નામ નોંધણી કરાવી શકે છે. વસ્તુની કિંમત નક્કી કરીને તે ચૂકવી દેવાય છે. 
અન્ય સમાચારો પણ છે...