તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલ કિલ્લા પરથી સ્પીચ આપવા માટે મોદીને મળ્યા 1500 સૂચન, કહ્યું- બહુ કામ ન કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં 'મન કી બાત'માં સ્વતંત્રતા દિવસે સ્પીચ માટે સૂચનો માગ્યા હતા. તેમની પાસે સમગ્ર દેશમાંથી 1500 જેટલા સૂચનો આવ્યા છે. લોકોએ તેમને ગાય, કચરા, એલજીબીટી, મુસ્લિમ, ટેક્સ, કાશ્મીર, યુપીમાં લાઈસન્સ વિશે અને 15 ઓગસ્ટની ઉજવણી મુદ્દે સૂચને આપ્યા છે. એક વ્યક્તિએ કહ્યું છે કે, વડાપ્રધાને બહુ કામ ન કરવું જોઈએ. ટીવી પર તેમનો ચહેરો થાકેલો લાગે છે. આ ઉપરાંત એક વ્યક્તિએ તેમને લોકો પાસેથી બુકે ન લેવાનું સુચન કર્યું છે. આવું કરવાથી વર્ષે લાખો રૂપિયા બચી જશે.
તમે ક્યાં આપી શકો છો વડાપ્રધાનને સજેશન

- કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાનને NarendraModi App અને MyGov.in પર સજેશન આપી શકે છે.
- વડાપ્રધાન તેમની સ્પીચમાં જમ્મુ-કાશ્મીરમાં જાહેર કરવામાં આવેલા 80 હજાર કરોડના પેકેજની ડિટેલ્સમાં માહિતી આપી શકે છે. જેથી સાબિત થઈ જાય કે બીજેપી કોઈની ફેવર નથી કરતી.
- 2017ને ગૌરક્ષા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત થઈ શકે છે. ગાય સહિત અન્ય જાનવરો માટે પણ એમ્બ્યુલન્સ ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે.
- એક વ્યક્તિએ જણાવ્યું કે તેઓ પીએમના સ્વાસ્થ્ય માટે ચિંતીત છે. તેમણે કહ્યું છે કે, પીએમએ વધારે મહેનત ન કરવી જોઈએ. કારણ કે પછી ટીવી પર તેમનો ચહેરો થાકેલો લાગે છે.
- લોકોએ યુપીની લાઈસન્સ સિસ્ટમ સામે પણ સવાલ ઊભા કર્યા છે. લોકોએ લખ્યું છે કે, યુપીમાં કોઈ પણ એક્ઝામ વગર લાઈસન્સ મળી જાય છે. જે ઘણી વખત ગંભીર પરિણામ લાવી શકે છે.
- અમુક લોકોનું કહેવું છે કે, સમગ્ર દેશની માતાઓ અને બહેનોને રક્ષાબંધનના દિવસે કાશ્મીર અને માઓવાદી વિસ્તારમાં મોકલવી જોઈએ. જેથી તેઓ રસ્તો ભટકી ગયેલા લોકોને સાચા રસ્તે લાવી શકે.
- કરોડપતિ સાંસદોએ તેમની સેલરી છોડી દેવી જોઈએ. આ વિશેની કોઈ જાહેરાત લાલ કિલ્લા પરથી થવી જોઈએ.
લાલ કિલ્લાની જગ્યાએ કાશ્મીરમાં ફરકાવે ત્રિરંગો

- લોકોએ મોદીને સલાહ આપી છે કે તેમણે આ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની જગ્યાએ કાશ્મીરમાંથી ત્રિરંગો ફરકાવો જોઈએ.
બુકે ન લે, કરોડો રૂપિયા બચશે

- આશિષ આનંદે સૂચન આપ્યું છે કે, 9 ઓગસ્ટે જ્યારે મોદી મધ્ય પ્રદેશ આવ્યા ત્યારે લોકોએ તેમને 10-15 બુકે આપ્યા હતા. પીએમએ એક બે સેકન્ડમાં જ તે બુકે તેમના સિક્યુરિટી સ્ટાફને આપી દીધા હતા.
- તે ફૂલોની સુગંધ તમારા સુધી પહોંચે તે પહેલાં જ તમારા હાથમાં બીજો બુકે આવી ગયો.
- તમે દિવસમાં ઘણાં લોકોને મળો છો. જે વેલકમ કરવા માટે તમને બુકે આપે છે.
- આમ પીએમ વર્ષમાં 300 દિવસ રોજ 10 મીટિંગ કરે અને તેમાં તેમને 10 બુકે મળે તો પણ તેની કિંમત એવરેજ રૂ. 500 થાય છે. જ્યારે વાર્ષિક તે કિંમત 1.5 કરોડ થાય છે. તેથી જો તેઓ બુકે લેવાનું બંધ કરે તો વર્ષના કરોડો રૂપિયા બચી શકે છે.
અન્ય સમાચારો પણ છે...