નેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશ પીએમ શેખ હસીના અને ભારતીય પીએમ નરેન્દ્ર મોદીએ બન્ને દેશો વચ્ચે વેપાર અને આર્થિક વિકાસ વધારવા માટે પેટ્રાપોલ ચેકપોસ્ટનું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ હસીના સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશની સરહદ પર 8 અન્ય ચેકપોસ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ ભારત અને બાંગ્લાદેશ આવનારા સમયમાં આર્થિક ઉંચાઈઓ હાંસલ કરશે. વડાપ્રધાન મોદીએ શેખ હસીનાને ઈદની શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાને આતંકવાદ મુદ્દે પણ બાંગ્લાદેશને સાથ આપવાની કરી વાત
- પીએમ મોદી અને બાંગ્લાદેશ પીએમ શેખ હસીનાએ ગુરુવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર નવી બનેલી પેટ્રાપોલ ચેકપોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
- બન્ને દેશોનાં વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ સામેલ થયા હતા.
- વીડિયો કોન્ફરસન્સમાં વડાપ્રધાને શેખ હસીના સાથે વાતચીત કરતા તેમને અને બાંગ્લાદેશની જનતાને ઈદની શુભેચ્છા પાઠવી હતી.
- બાંગ્લાદેશમાં થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
- વડાપ્રધાને કહ્યું કે, ભારત આતંકવાદી વિરુદ્ધ લડતમાં બાંગ્લાદેશ સાથે છે અને તેમાં તે દરેક શક્ય મદદ કરશે.
શું થશે લાભ?
- પેટ્રાપોલ ચેકપોસ્ટ શરૂ થયા બાદ બન્ને દેશો વચ્ચે ન માત્ર દ્વીપક્ષીય વેપાર વધશે પણ બન્ને દેશોનો આર્થિક વિકાસ પણ થશે.
- PM મોદીએ વધુમાં કહ્યું કે, આ પ્રકારની અન્ય 8 ચેકપોસ્ટ આવનારા દિવસોમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડ પર બનાવવામાં આવશે.
આગળની સ્લાઈડમાં જુઓ વધારે તસવીરો