સરતાજ અજીજને મળ્યા મોદી, કહ્યું- અફઘાનની સ્થિરતા માટે આતંકનો ખાત્મો જરૂરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમૃતસર. હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં બોલતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ભારતના સહયોગ અને મિત્રતાનો વાંરવાર ઉલ્લેખ કર્યો હતો. જ્યારે પાકિસ્તાનનો ફરીવાર આતંકવાદને સાથ આપતાં દેશ તરીકે ઉલ્લેખ કરીને તેમણે આ અંગે પાકિસ્તાનને સલાહ આપી હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાનને 500 મિલિયન ડોલર (50 કરોડ ડોલર) આપવાની જાહેરાત કરી હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, પાકિસ્તાન આ રકમ આતંકવાદને ખતમ કરવામાં ખર્ચ કરી શકે છે કારણકે શાંતિ વગર કોઈ વિકાસ ન થઈ શકે.
આતંકવાદી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડશે
હાર્ટ ઓફ એશિયા સંમ્મેલનના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આંતકવાદને ડામવા માટે મજબૂત ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવુ પડશે. તેમણે કહ્યું કે, ફક્ત શાંતિનુ સમર્થન કરવાથી કામ નહીં ચાલે. આતંકવાદી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડશે. આર્ટો ઓફ એશિયા સંમ્મેલનમાં ભારત અમેરિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન સિવાય દક્ષિણ અને મધ્ય એશિયાના કેટલાંય દેશોના નેતા હાજર રહ્યા હતાં. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝ અમૃતસર પહોંચ્યા હતાં.
કોઇ એક્શન ન લેવાથી આતંકવાદી અને તેમના આકા મજબૂત થાય છે
વડાપ્રધાન મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, આંતકવાદને આર્થિક મદદ કરતા અને શરણ આપતાં દેશો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઇએ. મોદીએ કહ્યું કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે અફઘાનિસ્તાનમાં એક અબજ ડોલરની મદદ જળ વ્યવસ્થા, સ્વાસ્થ્ય, વિકાસ, ઊર્જામાં ઉપયોગ કરવામાં આવશે. સંમ્મેલનમાં પોતાનાં સંબોધનમાં મોદીએ પાકિસ્તાનનું નામ ન લેતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઇ એક્શન ન લેવાથી આતંકવાદી અને તેમના આકા મજબૂત થાય છે. આ માટે આતંકવાદી જૂથો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂરીયાત છે. તેમને મદદ, ટ્રેનિંગ તથા પૈસા આપતા લોકોને પાઠ ભણાવવો પડશે. સંમ્મેલન ખતમ થયા પછી અઝીજ રિટ્રીટમાં સામેલ થયા નહોતા અને તે પોતાનાં વિમાનથી પાકિસ્તાન પરત ફર્યા હતાં.
શું કહ્યું ગનીએ
-આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેરતાં અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું, પાકિસ્તાને અફઘાનિસ્તાનના વિકાસ માટે 500 મિલિયન ડોલર આપવાની જાહેરાત કરી.
-શ્રીમાન અજીજ સાહેબ, આ રકમ આતંકવાદને ખતમ કરવામાં ખર્ચ કરી શકે છે કારણકે શાંતિ વગર કોઈ વિકાસ ન થઈ શકે.
- તેમણે કહ્યું, આપણ સરહદ પારથી થતાં આતંકવાદને ઓળખવો અને સમજવો પડશે. સાથે મળીને આતંકવાદ સામે લડવા ફંડ બનાવવું પડશે.
- પાકિસ્તાની સેના દ્વારા ત્યાં સક્રિય આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરવામાં આવતાં તેમાંથી ઘણા અફઘાનિસ્તાનની સરહદમાં ઘુસી આવ્યા છે. આ આતંકી નેટવર્ક અમારા માટે ખતરો છે.
- તેમણે ઉમેર્યું કે, તાલિબાન મૂવમેન્ટ સાથે સંકળાયેલા એક જાણીતા વ્યક્તિએ તાજેતરમાં કહ્યું કે જો તેની પાસે પાકિસ્તાનમાં સુરક્ષિત આશરો ન હોત તો તે એક મહિનો પણ ટકી શકત નહીં. તેમ કહી ગનીએ કહ્યું, અમે આરોપ લગાવવા નથી માંગતા પરંતુ અમે ખાસ કરીને અમારા પડોશી પાકિસ્તાનને તેમની જમીનનો ઉપોયગ સરહદ પાર આતંકવાદ ફેલાવવા થાય છે કે નહીં તે તપાસ કરવાનું કહેવા માંગીએ છીએ.
મોદી શું બોલ્યા
- તમામ ડેલિગેટ્સનું સ્વાગત કરીને મોદીએ કહ્યું હતું કે, અમારા અફઘાનિસ્તાન સાથે ઘણા જૂના સંબંધ છે.
- અફઘાનિસ્તાન સામે અનેક પડકારો છે પરંતુ અમે મળીને તેનો સામનો કરીશું.
- અફઘાનિસ્તાનનો વિકાસ અને તેની આતંકવાદ સામે સુરક્ષા જ અમારી પ્રાથમિકતા રહેશે.
- શાંતિની વાતથી કંઈ નહીં થાય, આતંકના ખાત્મા માટે મળીને અવાજ ઉઠાવવો પડશે.
- આતંકના સમર્થકો પર કડક કાર્યવાહી કરવી પડશે. આતંકવાદ સામે લડવાની ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે.
- અફઘાનિસ્તાનના વિકાસમાં આંતરરાષ્ટ્રીય સમુદાયોનું મહત્વનું યોગદાન છે.
- અફઘાનિસ્તાન અને આ પ્રાંતમાં આતંકવાદને પ્રોત્સાહન આપનારાની ઓળખ કરવી પડશે.
- આતંકવાદ સામે ચૂપ રહેવાથી પણ આતંકના આકાઓનો પ્રોત્સાહન મળે છે. આપણે મળીને લડવું પડશે.
- અફઘાનિસ્તાન અને ત્યાંના લોકોની ભલાઈ માટે ભારત હંમેશા તૈયાર છે.
- અમે એર ટ્રાન્સપોર્ટ કોરિડોરથી અફઘાનિસ્તાન અને ભારતને જોડવાની યોજના બનાવી રહ્યા છીએ.
- કાબુલમાં પાર્લામેન્ટ બિલ્ડિંગ અમારી અફઘાનિસ્તાનના લોકતંત્ર માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત-પાકની પ્રથમ મીટિંગ
- પાકિસ્તાને કરેલો ઉરી હુમલો અને વળતી કાર્યવાહીમાં ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તંગદિલીભર્યા સંબંધો છે. અમૃતસરમાં ચાલી રહેલી હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા પાકિસ્તાનના ફોરેન એડવાઈઝર અને નવાજ શરીફના સલાહકાર અજીજ સરતાજે મુલાકાત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
- આ બંનેએ કયા મુદ્દે વાત કરી તે જણાવવામાં આવી રહ્યું નથી. સરતાજે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ગુલદસ્તો મોકલીને જલદી તંદુરસ્ત થઈ જાય તે માટે શુભકામના પાઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
- ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પીએમ નવાજ શરીફના એડવાઈઝર અજીજ કોન્ફરન્સ માટે રવિવારે સવારે જ આવવાના હતા પરંતુ 15 કલાક પહેલા જ પહોંચી ગયા હતા.
15 કલાક પહેલાં જ ઈન્ડિયા પહોંચ્યા અજીજ
- પાકિસ્તાનના પીએમ નવાજ શરીફના એડવાઈઝર અજીજ શનિવારે જ પહોંચી ગયા.
- કોન્ફરન્સ માટે તેમણે રવિવારે સવારે જ પહોંચવાનું હતું, પરંતુ 15 કલાક પહેલા જ આવી ગયા.
- પ્લાનમાં ફેરફારનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
- ઉલ્લેખનીય છે ભારત-પાકના સંબંધો ઉરી હુમલા અને એલઓસી પર સતત થઈ રહેલા સીઝફાયરથી તંગદિલીભર્યા છે.
- આ સ્થતિમાં બંને દેશેના ઓફિસરો વચ્ચે કોઈ પ્રકારની દ્વિપક્ષીય મંત્રણા થાય તેવી આશા નહીંવત છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોણ કોણ લઈ રહ્યું છે હિસ્સો
અન્ય સમાચારો પણ છે...