ભાજપના સાંસદો-ધારાસભ્યો નોટબંધી પછીનું બેન્ક સ્ટેટમેન્ટ આપે : મોદી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યોને નોટબંધી બાદ કરેલી બેન્ક લેવડ-દેવડની વિગતો પક્ષપ્રમુખ અમિત શાહને આપવાનો આદેશ જાહેર કરાયો છે. મંગળવારે સંસદભવન પરિસરમાં સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ આ આદેશ આપ્યો હતો. તેમણે પક્ષના તમામ સાંસદો અને ધારાસભ્યોને 8 નવેમ્બરે નોટબંધી લાગુ થયા બાદ 31 ડિસેમ્બર સુધીની તમામ બેન્ક લેવડ-દેવડની માહિતી પક્ષપ્રમુખ અમિત શાહને 1 જાન્યુઆરીએ આપવા જણાવ્યું છે.
નોટબંધી બાદ વિપક્ષો પીએમ ઉપર આરોપ લગાવી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ વિપક્ષો પીએમ ઉપર આરોપ લગાવી રહ્યા છે કે આ નિર્ણયની માહિતી પક્ષના નેતાઓને પહેલેથી આપવામાં આવી હતી. જેથી તેઓ પોતાનાં નાણાં સગેવગે કરી શકે. બેઠક બાદ સંસદીય કાર્યપ્રધાન અનંતકુમારે જણાવ્યું હતું કે પીએમે વિપક્ષના એ તમામ આરોપોને રદિયો આપ્યો છે કે જેમાં આવકવેરા સુધારા બિલમાં કાળાં નાણાંને સફેદ કરવાની યોજના રજૂ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આનાથી મેળવાયેલું ધન ગરીબોના કલ્યાણમાં વાપરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પીએમે સહુને કેશલેસ અને ડિજિટલ અર્થવ્યવસ્થા ઊભી કરવા માટે મદદ કરવાની અપીલ કરી છે.
અઘોષિત આવક ઉપર 30 ટકા કરવેરો, 10 ટકા દંડ
બેઠક દરમિયાન પક્ષપ્રમુખ અમિત શાહે પણ પોતાના વિસ્તારના નાના વેપારીઓને કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહિત કરવા માટે જણાવ્યું છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કાલે આવકવેરા કાયદો 1961માં ફેરફાર કરીને 2016નો બીજો સુધારો રજૂ કર્યો હતો. જેમાં નોટબંધીને ધ્યાનમાં રાખીને બેન્કોમાં જાહેર થતી અઘોષિત આવક ઉપર 30 ટકા કરવેરો, 10 ટકા દંડ અને કરવેરા ઉપર 33 ટકા વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેટાકર લગાવવાની દરખાસ્ત મૂકી છે. જે કુલ 50 ટકા થઈ જાય છે.
અજ્ઞાત સ્ત્રોતો દ્વારા ભાજપને બે વર્ષમાં સૌથી વધુ 977 કરોડનું દાન આ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...