તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૂગલે બીજી વાર કરી પહેલાં જેવી જ ભૂલ: મોદીને બતાવ્યા ટોપ-10 ક્રિમિનલ્સમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અલ્હાબાદ : ગૂગલ સર્ચ એન્જિનમાં ટોપ-10 ક્રિમિનલ્સની લિસ્ટમાં ફરીવાર નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળી છે. આ મામલો હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. અલ્હાબાદની એક કોર્ટે ગૂગલના સીઈઓ અને ઈન્ડિયા હેડને આ વિશે નોટિસ પણ ફટકારી છે. ગૂગલ અને તેમના ઓફિસરો સામે ક્રિમિનલ્સ ફરિયાદ દાખલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 31 ઓગસ્ટે થશે. ગૂગલે આ પહેલાં જૂન 2014માં પણ આ ભૂલ કરી હતી. તે સમયે પણ ગૂગલે માફી માગી હતી પરંતુ તે સમયે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
કોણે કોર્ટમાં કરી અરજી?

- અલ્હાબાદની લોકલ કોર્ટમાં એડવોકેટ સુશીલ કુમાર મિશ્રાએ આ અરજી દાખલ કરી છે.
- મિશ્રાએ તેમની અરજીમાં લખ્યું છે કે, જ્યારે મે ગૂગલ સર્ચમાં ટોપ-10 ક્રિમિનલ્સની લિસ્ટમાંથી પીએમનું નામ કાઢવાની અરજી કરી તો કંપની તરફથી કોઈ જવાબ આવ્યો નહોતો.
- ત્યારપછી મે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે આ અરજી દાખલ કરી હતી.
- આ મામલે એક અરજી 3 નવેમ્બર 2015માં દાખલ કરી હતી. પરંતુ ત્યારે અરજી નકારી કાઢવામાં આવી હતી. ત્યારપછી હવે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે.
ગયા વર્ષે કંપનીએ માગી હતી માફી

- ગયા વર્ષે જૂન મહિનામાં આ મામલો પ્રથમ વખત સામે આવ્યો હતો.
- ગૂગલમાં ટોપ-10 ક્રિમિનલ્સ ઓફ ઈન્ડિયા (ભારતના 10 સૌથી મોટા આરોપી) સર્ચ કરવાથી મોદીની તસવીર આવી હતી.
- તે સમયે કંપનીએ તેમની આ ભૂલ માટે માફી પણ માગી હતી.
- ત્યારપછી ઘણાં દિવસો સુધી ટ્વિટર પર #TopLeaderNamo ટોપ ટ્રેન્ડ કરતા હતાં.
- આ હેશટેગ થકી મોદી સમર્થકો પાસે ગૂગલે મોદીની માફી માગી હોવાની વાત અને મોદી દ્વારા કરવામાં આવેલા સારા કામની પોસ્ટ શેર કરી હતી.
તે સમયે શુ કહ્યું હતું ગૂગલે?

- ગૂગલે કહ્યું હતું કે, અમુક વખતે કઈંક ખાસ સર્ચ કરતી વખતે ઈન્ટરનેટ પર આશ્ચર્યજનક તસવીરો સામે આવતી હોય છે.
- અમે આ કારણથી થયેલી કોઈ પણ ભૂલ માટે માફી માગીએ છીએ.
- અમે અમારા અલ્ગોરિધમને વધારે સારું કરવાનો પ્રયત્ન કરીશું.
- આ પ્રમાણેના રિઝલ્ટને રોકવા માટેનો અમે સતત પ્રયત્ન કરીએ છીએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો