તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીનનું મહાશક્તિ બનવાનું મિશન, 1.3 મિલિયન આર્મી બળ પર મૂકશે કાપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. ચીનનું સૈન્ય બળ વિશ્વનું સૌથી મજબૂત માનવામાં આવે છે. પરંતુ પોતાના 23 લાખની સંખ્યા બળવાળી આર્મીને ઘટાડીને 1૦ લાખથી પણ ઓછી કરવાનું ચીન વિચારી રહ્યું છે. આ ઐતિહાસિક પગલું ચીન પોતાની આર્મીની પુનઃરચના  કરવાની પ્રક્રિયાના ભાગરૂપે કરશે. આ વાતનો ખુલાસો ચીની અખબારના એક અધિકારીએ કર્યો છે. ચીની મિલિટ્રીના અખબાર પીએલએ ડેઈલીના અધિકારીએ જણાવ્યું કે, પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) અન્ય સર્વિસ જેવી કે નેવી અને મિસાઇલ ફોર્સમાં વધારો કરશે. સૈનિકોની સંખ્યા ઘટાડીને ટેક્નોલોજીકલ રીતે વધુ મજબૂત થઈ અમેરિકાને પછાડી મહાશક્તિ બનવાનું આયોજન ચીન કરી રહ્યું હોય તેવું તેના આ નિર્ણયથી લાગી રહ્યું છે.
 
જૂના મિલિટ્રી સ્ટ્રક્ચરમાં કરવામાં આવશે રિફોર્મ
 
- અખબાર દ્વારા ચલાવવામાં આવતા વીચેટ એકાઉન્ટ ઉપર પ્રકાશિત થયેલા આર્ટિકલમાં આર્મીમાં માળખાકિય સુધારા વિશે વાત કહેવામાં આવી હતી. તેમાં ઉલ્લેખ હતો કે જૂનું મિલિટ્રી સ્ટ્રક્ચર જ્યાં આર્મીની સંખ્યા બહુમતીમાં હતી તેમાં સુધારો કરીને રિફોર્મ કરવામાં આવશે.
- રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આર્મીમાં રિફોર્મ ચીનના સ્ટ્રેટેજિક ગોલ્સ અને સિક્યુરિટીની જરૂરિયાતને આધારે કરવામાં આવે.
- PLA ગ્રાઉન્ડ બેટલ અને હોમલેન્ડ ડિફેન્સ પર ફોકસ કરશે જે મૂળભૂત માળખાકિય સુધારાઓનો ભાગ હશે. આ પહેલીવાર હશે જ્યારે પીએલએ આર્મીનું સંખ્યા બળ ઘટાડીને 1૦ લાખથી પણ ઓછું કરવામાં આવશે.
 
આર્મીની શક્તિ ઘટાડી ચીન શેના પર કરશે ધ્યાન કેન્દ્રીત?
 
- રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પીએલએ નેવી, પીએલએ સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ અને પીએલએ રોકેટ ફોર્સમાં વધારો કરવામાં આવશે. જ્યારે પીએલએ એરફોર્સમાં કાર્યરત સર્વિસ પર્સનોલની સંખ્યા ઘટાડવામાં કે વધારવામાં નહીં આવે.  
- ચીન આર્મી કન્ટ્રોલ એન્ડ ડિસાર્મમન્ટ એસોસિએશનના સિનિયર એડવાઈઝરે ગુઆંગ્યુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રિફોર્મના કારણે પીએલએ રોકેટ ફોર્સ, એરફોર્સ, નેવી અને સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સને મજબૂત કરવામાં આવશે.
- ઓવરસીઝ મિશન માટે પીએલએ પોતાના ક્ષમતા વધુ મજબૂત કરશે. આર્મીની હાલની ક્ષમતાઓમાં આ સુધારાની પ્રક્રિયામાં વધારો થશે.
- પીએલએનું નવું સ્ટ્રક્ચર ચીનના ઈન્ટરનેશનલ સ્ટેટસને અનુલક્ષીને કરવામાં આવશે.    
- પીએલએ ડેઇલીના આર્ટિકલ મુજબ ચીન ઓવરસીઝ ઇન્ટરેસ્ટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા અને તેને સુરક્ષિત રાખવાની જરૂરિયાત છે.
 
ચીનનું આર્મી બળ કેટલું, નથી કોઈ સત્તાવાર આંકડા
 
- મિનિસ્ટ્રી ડિફેન્સ ડેટાના મુજબ, 2013માં પીએલએ આર્મીમાં 8.50 લાખ કોમ્બેટ ટ્રૂપ્સ હતા. પીએલએ આર્મીમાં ચોક્કસ કેટલું સંખ્યા બળ છે તેના કોઈ સત્તાવાર આંકડા જાહેર નથી કરવામાં આવતા.  
- અગાઉ ચીની પ્રેસિડન્ટ શી જિનપિંગે જાહેરાત કરી હતી કે પીએલએના સંખ્યા બળને ઘટાડીને 3 લાખ ટ્રૂપ્સની કરવામાં આવશે.
- ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, 2015માં જ્યારે ચીને 3 લાખ ટ્રૂપ્સ ઘટાડવાની જાહેરાત કરી હતી ત્યારે પીએલએમાં 23 લાખ સૈન્ય બળ હતું.
 
અમેરિકાને આપશે ટક્કર
 
- ચીન હાલના સમયમાં રક્ષા પર ખર્ચના મામલે અમેરિકા બાદ બીજા નંબરે આવે છે અને સૈન્ય તાકાતના મામલામાં પણ તેનો નંબર અમેરિકા બાદ આવે છે.
- દુનિયાની સૌથી મોટી મહાશક્તિ અમેરિકાને દરેક મોર્ચે ટક્કર આપવા ચીન સૈન્ય શક્તિના મામલામાં પણ પાછળ નથી રહેવા માંગતું.
- સૈનિકોની સંખ્યા ઘટાડીને ટેક્નોલોજી અને અન્ય બળો પર વધુ ખર્ચ કરીને તે અમેરિકાને દરેક ફ્રન્ટ પર ટક્કર આપવા સજ્જ થઈ રહ્યું છે.
   
આગળની સ્લાઇડ્સમાં વાંચો, સૈનિક બળ ઘટાડીને આર્મી પર વધુ ખર્ચ કરશે.. ચીનને આધુનિક હથિયારો પર છે વિશ્વાસ.. આ નવા હથિયારોથી ધાક જમાવી રહ્યું છે ચીન.. 
અન્ય સમાચારો પણ છે...