હૈદરાબાદના નિજામ ખાનદાનના છે શિકારી, ભૂંડના શૂટઆઉટ માટે છે ફેમસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્વાલિયર: શિવપુરી શહેરમાં 2 મહિના પછી ફરી એકવાપ ભૂંડનું શૂટઆઉટ શરૂ થયુ છે. ભૂતકાળમાં આ શૂટઆઉટમાં 444 ભૂ્ંડને મારી નંખાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નગર પંચાયત વીતેલા વર્ષોમાં આ શહેરમાં 11 હજાર ભૂંજોને મારવાનો 50 લાખથી વધુનો ખર્ચ ઉપાડી ચુકી છે. ઉલ્લેખનીય છે કે આ કામ માટે હૈદરાબાદના નિજામ પરિવાર સાથે જોડાયેલા શફાકત અલીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
 
શૂટઆઉટ માટે પ્રખ્ચાત છે...
- શિવપુરના MLA યશોધરા રાજે સિંધિયાના નિર્દેશ પર નગર પાલિકાએ ભૂંડને મારવાના ટેન્ડર બહાર પાડ્યાં હતા.
 
- જ્યારે કોઈ આ કામ કરવા માટે તૈયાર ના થયું ત્યારે મંત્રીસાહેબાએ હૈદરાબાદના નવાબના પરિવાર સાથે જોડાયેલા શફાકત અલીને ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા હતા.
 
- શિકારનો નવાબી શોખ રાખતા શફાકતે સેંકડો ભૂંડને પ્રાચીન રાજા-મહારાજાઓની સ્ટાઈલમાં મારી નાંખ્યા.
 
- એક સમયે શિવપુરીમાં ભૂંડોનો ત્રાસ એટલો વધી ગયો હતો કે રસ્તા પરથી પસાર થતાં બાળકો પર પણ હુમલો કરવા લાગ્યાં હતા.
 
-નવાબ શફાકત અલી ખાન અને એમની ટીમ હજારો ભૂંડોને મારી ચૂકી છે. એકવાર તો એમણે માત્ર 7 કલાકમાં જ આશરે 225થી વધુ ભૂંડોનો ખાતમો બોલાવી દીધો હતો.
 
- અહીંયા ઉપરાંત બીજા શહેરોમાં પણ જો એમને આ કામ માટે બોલાવવામાં આવે તો એ જોય છે.
 
કેટલા મળે છે પૈસા
 
-આ વખતે પ્રતિ ભૂંડ મારવામાં રૂ. 375 નક્કી કરવામાં આવ્યાં છે. અત્યારસુધી આ કામના રૂ.250 આપવામાં આવતા હતા.
 
- શહેરમાં હૈદરાબાદી નવાબને સૂઅર શૂટઆઉટનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ આ કામ સતત ના કરવામાં આવ્યું હોવાથી 10થી 15 દિવસમાં જેટલા માર્યા હોય એટલા જ 2થી 3 મહિનામાં પાછા આવી જાય છે. આવામાં છેલ્લાં 2 વર્ષોમાં 11 હજાર ભૂંડનો મારવા પર ખર્ચ કરેલા પૈસા વ્યર્થ જ ગયા છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આના અન્ય ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...