પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ૦ પૈસાના વધારાનો સંકેત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ૦ પૈસાના વધારાનો સંકેત
- હવે શનિવારે ભાવની સમીક્ષા થવાની સંભાવના

આવનારા દિવસોમાં પે.ટ્રોલ- ડીઝલના ભાવ હજી વધી શકે છે.ઇન્ડિયન ઓઇલના સીએમડી આર.એસ. બુટોલાએ કંપનીના નાણાકીય પરિણામોની જાહેરાત કરતાં જણાવ્યું છે કે નવી સરકાર સબસિડી ખર્ચ પર કાપ મૂકવા ઇચ્છતી હોવાથી ડીઝલ પર મહિ‌ને ૪૦થી પ૦ પૈસાનો વધારવાની પદ્ધતિનો અમલ ચાલુ રહેશે. અગાઉની યુપીએ સરકારે છૂટક વેચાણના ભાવ અને તે માટે ખર્ચાતી રકમ વચ્ચેનું અંતર સદંતર પૂરું ના થઇ જાય ત્યાં સુધી ડીઝલની કિંમતો નાની રકમમાં માસિક ધોરણે વધારતા રહેવા જાન્યુઆરી ૨૦૧૩માં નિર્ણય લીધો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ડીઝલના માસિક ભાવવધારાની આ પદ્ધતિને નાબૂદ કરવાને કોઇ કારણ નથી.

નવા આદેશ ના આવે ત્યાં સુધી માસિક ભાવવધારાની પદ્ધતિ ચાલુ રહેશે. પેટ્રોલના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલના આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી છે. વળી આવનારા દિવસોમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યને પણ ધ્યાનમાં રાખવું પડશે. તે આધારે જ પેટ્રોલના ભાવવધારા અંગે નિર્ણય લેવાતા રહેશે. કંપની શનિવારે ૩૧ મેના રોજ કિંમતોની સમીક્ષા કરશે. રાજ્ય સંચાલિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન , ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિ‌ન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન ડીઝલના મોરચે હાલમાં વેચાઇ રહેલા પ્રત્યેક લિટરે રૂપિયા ૪.૪૧ રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે. સરકારી સબસિડીની મદદથી આ નુકસાન ભરપાઇ થતું રહે છે અને માર્ચથી તેમાં ઘટાડો જોવા મળ્યો છે.માર્ચમાં નુકસાનની આ રકમ પ્રતિલિટર રૂપિયા ૮.૩૭ હતી.
આગળ વાંચો, ખેડૂત સેવા કેન્દ્રની ફાળવણી લોટરીથી, કરિયાણાની દુકાને પણ મળશે છોટૂ સિલિન્ડર