એસ-બેન્ડ ગોટાળો: દેવાસના 'ચહેરાઓ' અને 'મનસુબા'

કંપનીની કરમકુંડળી રોચક, અનેક મોટા માથા સંકળાયેલા છે

divyabhaskar.com | Updated - Feb 08, 2011, 04:07 PM
persons associated with devas

તાજેતરમાં ઈસરો દ્વારા એસ-બેન્ડ સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ઈસરો દ્વારા કોઈપણ જાતની સ્પર્ધાત્મક પ્રક્રિયા વગર જ બેંગ્લોરની ખાનગી કંપનીને સ્પેક્ટ્રમ આપવામાં આવ્યું હતું. જેના કારણે, કેગના પ્રાથમિક અંદાજ પ્રમાણે રૂ. બે લાખ કરોડનું નુકશાન થયું હતું. ત્યારે દેવાસ મલ્ટીમીડિયાની કરમકુંડળી પણ રોચક છે. કંપની સાથે અનેક મોટા માથા સંકળાયેલા છે.-તાજેતરમાં ઈસરો દ્વારા એસ-બેન્ડ સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આવ્યું-વર્ષ 2004માં દેવાસ મલ્ટીમીડિયાની બેંગ્લોર ખાતે સ્થાપના કરવામાં આવી-અધ્યક્ષ ડૉ. એમ. જી. ચંદ્રશેખર હતા-જેઓ ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સચિવ રહી ચૂક્યાં છેવર્ષ 2004માં દેવાસ મલ્ટીમીડિયાની બેંગ્લોર ખાતે સ્થાપના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ ડૉ. એમ. જી. ચંદ્રશેખર હતા. જેઓ ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સચિવ રહી ચૂક્યાં છે. આ પહેલા તેઓ સેટેલાઈટ રેડિયો કંપની વર્લ્ડ સ્પેસના મેનેજિંગ ડિરેક્ટર હતા. આ કંપનીએ ગયા વર્ષે ભારતમાં તેનું કામકાજ બંધ કરી દીધું હતું.2008માં ડૉચ્ચે ટેલિકોમમાં 17 ટકા ભાગીદારી ખરીદી હતી. આ માટે કંપનીએ 75 મિલ્યન ડૉલરનું રોકાણ કર્યું હતું. કોલંબિયા કેપિટલ, અને ટેલિકોમ વેન્ચર્સ જેવા આંતરરાષ્ટ્રીય રોકાણકારો એ પૈસા રોક્યાં હતા. દેવાસના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નાસકોમના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ કિરણ કર્ણિક, વેરિજોન કંપનીના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ લૈરી બાબિયો અને એક્સ. એમ. સિરિયસ સેટેલાઈટના ચેરમેન ગૈરી પારસન્સનો સમાવેશ થાય છે.દેવાસ કંપનીની યોજનાદેવાસ તેની સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવાઓને ભારતમાં વિવિધ પ્લેટફોર્મ પર પૂરી પાડે છે. જેમાં કેટલીક મોબાઈલ કંપનીઓનો સમાવેશ થાય છે. દેવાસના દાવા પ્રમાણે, તેમની પાસે એક પોર્ટેબલ સાધન છે, જે વાઈ-ફાઈ રાઉટરની જેમ કામ કરે છે. કંપની ભારતીય રેલવે સાથે પણ વિવિધ સેવાઓ માટે વાતચીત કરી રહી છે. જેમાં રિયલ-ટાઈમ સ્પોટિંગ અને ટક્કર ન થાય તે માટેની સેવાઓ અંગે વાતચીત ચાલી રહી હતી. કંપનીના દાવા પ્રમાણે વર્ષ 2009 અને વર્ષ 2010માં આ સેવાઓનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે.કેવી રીતે થઈ હતી ડીલ ?28 જાન્યુઆરી 2005ના દેવાસ મલ્ટીમીડિયા અને ઈસરોના વેપારી એકમ અંતરિક્ષ વચ્ચે કરાર થયા હતા. જે હેઠળ દેવાસને એસ-બેન્ડ ટ્રાન્સપોન્ડર કેપિસીટિ લીઝ પર આપવાની મંજૂરી આપવામાં આવી હતી. જેનો ઉફયોગ જીસેટ-6 અને જીસેટ-6એ માટે કરવામાં આવનાર હતો. આ કરાર હેઠળ ટ્રાન્સપોન્ડર્સ ઉપરાંત 2500 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ બેન્ડમાં 70 મેગાહર્ટ્ઝ બેન્ડનો ઉપયોગ દેવાસ કરી શકે તેમ હતું. દેવાસ મલ્ટીમીડિયા સેટેલાઈટ અને ટેરેસ્ટ્રિયલ નેટવર્કના ઉપયોગ દ્વારા બ્રોડબેન્ડ સેવા લોચન્ કરવાની યોજના ઘડી રહ્યું હતું.શું છે કરારમાં ?કારર પ્રમાણે દેવાસ મલ્ટીમીડિયા પ્રી-લોન્ચ કેપીસિટી રિઝર્વેશન માટે 4 કરોડ ડોલર અને સેટેલાઈટ કેપીસિટી લીઝ પર લેવા માટે 25 કરોડ ડોલરની રકમ ચૂકવશે. દેવાસ મલ્ટીમીડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ઈસરો / અંતરીક્ષનો એક પ્રતિનિધિ સામેલ છે. સેવાઓ શરૂ થાય તે પછી જે કાંઈ આવક થાય તે બંને વહેંચશે. એક વખત સેવાઓ શરૂ થઈ જાય એટલે કંપની 500 થી 700 મિલ્યન ડોલરનું અતિરેક રોકાણ કરશે.ક્યારે લોન્ચ થશે આ સેવાઓભારતથી બે નવા સેટેલાઈ વર્ષ 2010માં લોન્ચ થનાર હતા. પરંતુ, તેમાં મોડું થયું હતું. હવે ઈસરો જીસેટ-6ને એરિએન સ્પેસ નામની યુરોપીય કંપની દ્વારા લોન્ચ કરાવવાની યોજના ઘડવામાં આવી રહી છે. કેમકે, કરાર પ્રમાણે જો સમયસર લોન્ચ કરવામાં ન આવે તો દેવાસ મલ્ટીમીડિયાને વળતરની રકમ આપવાની જોગવાઈ છે. દેવાસના કહેવા પ્રમાણે સેટેલાઈટ લોન્ચ થઈ જાય એટલે તે પૂર્ણપણે તૈયાર છે.દેવાસ પાસે જરૂરી મંજૂરી છે ?દેવાસ પાસે ઈન્ટરનેટ સેવા પૂરી પાડવાનું લાઈસન્સ છે. ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા 74 ટકાના સીધા વિદેશી મૂડી રોકાણની મંજૂરી નથી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા ટ્રાયલ સ્પેક્ટ્રમ અને ફુલ લાઈસન્સ માટે અરજી કરવાની મંજૂરી પણ દેવાસ પાસે છે. પરંતુ, સેટેલાઈટ આધારિત સેવાઓ માટે ગ્લોબલ મોબાઈલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઈટનું લાઈસન્સ લેવું પડી શકે છે. આ સાથે એ પણ સ્પષ્ટ નથી કે, દેવાસ મલ્ટીમીડિયા પાસે અતિરેક ચૂકવણી વગર ટેરેસ્ટરિયલ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાની મંજૂરી છેકે નહીં ?તમારો મતશું તમને લાગે છેકે, આ પ્રકારના અનેક કૌભાંડો ભંડારાયેલા પડ્યા છે, જેનાથી દેશની જનતાના કરોડો રૂપિયાનો વ્યય થયો છે ? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘના હસ્તક છે, ત્યારે તેઓ આ કૌભાંડથી વાકેફ હશે ? કે તેમને અંધારામાં રાખવામાં આવ્યા હશે ? આ અંગેનો તમારો અભિપ્રાય નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા અમને તથા અન્ય વાંચકોને જણાવી શકો છો.Read More

X
persons associated with devas
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App